મહાકુંભના મોટા આંકડા : 55 દિવસ માટે ખર્ચ 200 કરોડ, બિઝનેસ 12,000 કરોડ
અલ્હાબાદ, 13 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં 12 વર્ષ પછી ફરી એકવાર કુંભ મેળો યોજાઇ રહ્યો છે. 14 જાન્યુઆરી, 2013થી 55 દિવસ માટે આ મહા મેળો યોજાશે. માનવામાં આવે છે કે અલ્હાબાદનો કુંભ મેળો દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન અથવા ધાર્મિક મેળો છે. આ વર્ષના મહાકુંભ માટે ધારણા કરવામાં આવી છે કે 55 દિવસોમાં અંદાજે 10 કરોડ લોકો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થશે.

વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજન માટે રાજ્ય સરકારે જોરશોરથી તૈયારીઓ કરી છે. આ સાથે ઉત્તર પ્રદેશની ધારણા છે કે મહાકુંભના આયોજનથી રોજગારીની વધારાની તકો ઉભી થશે. એરલાઇન્સ, હોટેલ્સ, ધાર્મિક અને ઇકો ટુરિઝમ, મેડિકલ વગેરે ક્ષેત્રોમાં 6 લાખથી વધારે લોકોને રોજગારી મળશે. આ 55 દિવસના મહા આયોજન પાછે સરકારે અંદાજે રૂપિયા 200 કરોડનો ખર્ચો કર્યો છે. જો કે તેનાથી અંદાજે રૂપિયા 12,000 કરોડનો બિઝનેસ થવાની સંભાવના છે.
મહાકુંભના આરંભની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે આવો જાણીએ વર્ષ 2001માં યોજાયેલા મહાકુંભની સરખામણીએ વર્ષ 2013માં યોજાનારા મહાકુંભમાં કેટલો ફેર છે...
|
વિષય |
કુંભ 2001 |
કુંભ 2013 |
|
કેટલા દિવસ |
44 દિવસ |
55 દિવસ |
|
દેશની આબાદી |
102.87 કરોડ |
21.02 કરોડ (2011) |
|
રાજ્યની આબાદી |
16.61 કરોડ |
19.96 કરોડ (2011) |
|
અલ્હાબાદ |
9.75 લાખ |
12.47 લાખ (2011) |
મહાકુંભમાં તીર્થયાત્રીઓ : 2001ની તુલનાએ 2013(અંદાજિત)
|
સ્નાનનો દિવસ |
તારીખ |
તીર્થયાત્રી |
તારીખ |
તીર્થયાત્રી | |
|
1 |
મકર સંક્રાંતિ |
14.1.2001 |
100 લાખ |
14.1.2013 |
110 લાખ |
|
2 |
પૌષ પૂર્ણિમા |
09.1.2001 |
50 લાખ |
27.1.2013 |
55 લાખ |
|
3 |
મૌની અમાસ |
24.1.2001 |
276 લાખ |
10.2.2013 |
305 લાખ |
|
4 |
વસંત પંચમી |
29.1.2001 |
175 લાખ |
15.2.2013 |
193 લાખ |
|
5 |
માઘી પૂર્ણિમા |
08.2.2001 |
150 લાખ |
25.2.2013 |
165 લાખ |
|
6 |
મહા શિવરાત્રિ |
21.2.2001 |
50 લાખ |
10.3.2013 |
55 લાખ |
કુંભ મેળો 2013ના કેટલાક રસપ્રદ આંકડા
|
બજેટ |
200 કરોડ રૂપિયા |
|
ક્ષેત્ર/વિસ્તાર |
2802.184 એકર |
|
પોલીસ કર્મચારીઓ |
30,000 |
|
અર્ધસૈનિક અને પીએસી |
72 કંપનીઓ |
|
પોલીસ સ્ટેશન |
30 |
|
આફત નિયંત્રણ દળ |
બે કંપનીઓ |
|
ડૉક્ટર્સ |
222 |
|
પેરા મેડિકલ |
270 |
|
એમ્બ્યુલન્સ |
120 |
|
CCTV કેમેરા |
120 |
|
ફાયર બ્રિગેડ સ્ટાફ |
600 |
|
સેન્ટ્રલ કન્ટ્રોલ રૂં |
એક |
|
વીજળીની લાઇન |
770 કિલોમીટર |
કુંભ મેળા 2013માં સ્વાસ્થ્ય, સફાઇ અને આવાગમન માટે વ્યવસ્થા
|
એલોપેથિક હોસ્પિટલ્સ |
14 |
|
હોમિયોપેથિક હોસ્પિટલ્સ |
12 |
|
આયુર્વેદિક હોસ્પિટલ્સ |
12 |
|
સફાઇ કર્મચારીઓ |
500 |
|
શૌચાલય |
35,000 |
|
હંગામી બસ સ્ટેન્ડ્સ |
05 |
|
રજિસ્ટર્ડ બસ |
892 |
|
વિશેષ બસ સેવા |
3608 |
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
