‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ
લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનનું અધિકૃત એલાન થઈ ગયુ.
લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનનું અધિકૃત એલાન થઈ ગયુ. અખિલેશ યાદવ અને માયાવતીએ લખનઉમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આનુ અધિકૃત એલાન કર્યુ. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ પર હુમલાથી કરી અને કહ્યુ કે સપા-બસપાનું ગઠબંધન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ ઉડાવવાનું છે. માયાવતીએ એલાન કર્યુ કે 38-38 સીટો પર સપા અને બસપા ચૂંટણી લડશે. અખિલેશ યાદવે ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો અને ત્યારબાદ તેમણે ભાજપ પર હુમલો કર્યો. અખિલેશે કહ્યુ કે ધર્મની આડમાં દેશનો વિનાશ કરી રહેલી ભાજપ સાંભળી લો, અમે તેમનો સફાયો કરવા માટે ગઠબંધન કર્યુ છે.

અખિલેશ યાદવે કહ્યુ - ભાજપના શાસનનો અંત નિશ્ચિત
અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપે સમાજના લોકોમાં ભાગલા પાડવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરતા પહેલા જાતિ પૂછવામાં આવી રહી છે. અખિલેશ યાદવે કહ્યુ કે સમાજમાં નફરત અને ઉન્માદનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યુ છે. સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ છે અને કાયદો વ્યવસ્થા કથળી રહી છે. અખિલેશે કહ્યુ કે સમાજનો દરેક વર્ગ ભાજપના શાસનથી પરેશાન અને ત્રસ્ત છે.

‘ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી'
અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ સરકારની કોશિશ મોટા ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાની છે. અખિલેશ યાદવે કહ્યુ કે આ બસપા સાથે ગઠબંધન નથી પરંતુ ભાજપના શાસનના અંતની શરૂઆત છે. અખિલેશે કહ્યુ કે ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી. રાજ્યસભા ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે ભાજપે છળ કપટથી અમારા ઉમેદવારોને હરાવવાનું કામ કર્યુ.

માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે - અખિલેશ
અખિલેશ યાદવે કહ્યુ, ‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે અને જો કોઈ તેમનુ અપમાન કરશે તો તે મારુ પણ અપમાન હશે.' ભાજપ પર હુમલો કરતા અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ હુલ્લડો અને હિંસાનો સહારો લઈ શકે છે. કોઈ પણ હદ સુધી તે જઈ શકે છે. સમય સાથે બસપા અને સપા સંબંધ વધુ ગાઢ થશે. તેમણે કહ્યુ કે ગઠબંધન સાથે જ ભાજપના શાસનનો અંત નિશ્ચિત છે. એ પહેલા આજે માયાવતીએ કહ્યુ કે સપા-બસપાનું ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પણ ચાલુ રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
