'મહાદેવ એપ, હર હર મહાદેવમાં બદલાઈ જશે, જો ભૂપેશ બઘેલ...', ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યુ નિશાન
Uddhav Thackeray News: શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ 'મહાદેવ બેટિંગ એપ' વિવાદને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર નિશાન સાધ્યું છે. ભાજપ પર કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ કોંગ્રેસ છોડીને ભગવા પાર્ટી (ભાજપ)માં જોડાઈ જાય તો તેમને ક્લીનચીટ મળી જશે અને'મહાદેવ એપ, 'હર હર મહાદેવ'માં બદલાઈ જશે.'
એક પુસ્તક વિમોચન પ્રસંગે બોલતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો ભૂપેશ બઘેલ ભાજપમાં જોડાશે તો મહાદેવ સટ્ટાબાજીની એપ 'હર હર મહાદેવ' બની જશે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ ભાજપમાં જોડાશે નહીં પરંતુ જો તેઓ જોડાશે તો આ મહાદેવ સટ્ટાબાજીની એપ હર હર મહાદેવ એપ બની જશે અને તેમની સામેના તમામ કાયદાકીય મામલાઓનો ઉકેલ આવી જશે."
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ સટ્ટાબાજી એપને લઈને ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મની લૉન્ડરિંગ તપાસમાં શંકાસ્પદ વ્યક્તિના નિવેદનને ટાંકીને ઈડીએ આરોપ લગાવ્યો કે બઘેલને અત્યાર સુધીમાં એપ પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા મળ્યા છે. જોકે, ઇડીએ એક અખબારી નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે "આ (દાવા) તપાસનો વિષય છે.
સીએમ ભૂપેશ બઘેલે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા છે અને આરોપ લગાવ્યો છે કે ભાજપ ઈડી, આઈટી અને સીબીઆઈ જેવી એજન્સીઓની મદદથી છત્તીસગઢની ચૂંટણી લડવા માંગે છે.
બઘેલે કહ્યું છે કે, "ઇડીએ ચૂંટણી પહેલા મારી છબી ખરાબ કરવા માટે ખૂબ જ ખરાબ પગલું ભર્યું છે." હકીકત એ છે કે ઈડીએ ટૂંકમાં કહ્યું છે કે આ નિવેદન તપાસનો વિષય છે. જો કે, જો કોઈ તપાસ થઈ નથી, તો એક વ્યક્તિના નિવેદનના આધારે અખબારી યાદી બહાર પાડવાની ઉતાવળ શું છે? આ ઈડી અને કેન્દ્ર સરકારના ખોટા ઈરાદા દર્શાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
