કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં મતદાન શરૂ
ભોપાલ/આઇઝોલ, 25 નવેમ્બર: સોમવારે મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં 230 વિધાનસભા વિસ્તાર માટે 4.66 કરોડથી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. રાજ્યની 230 વિધાનસભા સીટો માટે 2, 586 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. અત્રે એક તબક્કામાં મતદાન થઇ રહ્યું છે.
ઘણા સ્થળો પર મતદાન શરૂ થયા પહેલા જ લોકો પહોંચીં ગયા હતા. નક્સલ પ્રભાવિત બાલાઘાટ જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તારોમાં મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું, જ્યારે બાકીની 227 બેઠકો માટે મતદાન સવારે આઠ વાગે શરૂ કરવામાં આવ્યું. મતદાનને શાંતિપૂર્વક સંપન્ન કરાવવા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્ય પોલીસની સાથે અર્ધસૈનિક દળને પણ ખડેપગે કરાયા છે. તેમજ નક્સલ પ્રભાવિત બાલાઘાટ અને સિંગરૌલીમાં હેલિકોપ્ટરથી નઝર રાખવામાં આવી રહી છે. આની સાથે જ અન્ય રાજ્યો સાથે જોડાયેલ 35 સીમાઓને સીલ કરી દેવામાં આવી છે.
મિઝોરમની વાત કરીએ તો અત્રે 40 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા સોમવારે સવારે સાત વાગ્યે શરૂ કરવામાં આવી. રાજ્યના 6.8 લાખથી વધારે મતદાતાઓ આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 142 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવા જઇ રહ્યા છે. અત્રે મતગણતરી 9 ડિસેમ્બરથી શરૂ થશે.
નવા ઉપકરણો વોટર-વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ(વીવીપીએટી) અંતર્ગત 10 વિધાનસભા બેઠકો પર મતદાન કરાવવામાં આવી રહ્યા છે. હાલની વિધાનસભામાં કોંગ્રેસના 30 અને મિઝો નેશનલ ફ્રંટના ત્રણ વિધાયક છે.
દેશમાં પહેલીવાર રાજ્યના દસ વિધાનસભા વિસ્તારમાં મતદાન કરવાની પરચી (વીવીપીએટી) પ્રક્રીયાનો મોટા પાસે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા નાગાલેન્ડમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પહેલીવાર આનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી લલથનવાલા(કોંગ્રેસ) પોતાના ગૃહ પ્રદેશ સેરચિપ અને હરાંગતુરજરે બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે વિપક્ષના એમએનએફના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જોરમથંગા મ્યાંમા સીમીથી પૂર્વ તુઇપુઇ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
