લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ બન્યા દેશના નવા CDS, નિધન બાદ ખાલી હતુ પદ
કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)ને CDS-ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. વિપિન રાવતના નિધન બાદ આ પદ ખાલી થયું હતું. પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ 40 વર્
કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)ને CDS-ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. વિપિન રાવતના નિધન બાદ આ પદ ખાલી થયું હતું. પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ 40 વર્ષની શાનદાર કારકિર્દી બાદ આ વર્ષે મે મહિનામાં નિવૃત્ત થયા હતા.

દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ બાદ છેલ્લા 10 મહિનાથી આ પદ ખાલી હતું. જે બાદ આજે કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને દેશના બીજા CDS તરીકે નિયુક્ત કર્યા છે. 40 વર્ષથી વધુની કારકિર્દીમાં, લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે અનેક કમાન્ડ, સ્ટાફ અને મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમની પાસે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં બળવા વિરોધી કામગીરીનો બહોળો અનુભવ છે.
લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે 1 સપ્ટેમ્બર 2019ના રોજ ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ભારતીય સેનાના ડીજીએમઓ રહી ચૂક્યા છે. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણે 1981 થી 2021 સુધી સેનામાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ મળ્યા છે.
18 મે 1961ના રોજ જન્મેલા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં ભરતી થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટ્રી એકેડમી, દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલના રેન્કના અધિકારી અનિલ ચૌહાણે નોર્ધન કમાન્ડમાં મહત્ત્વના બારામુલા સેક્ટરમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી.
કોણ બને છે સીડીએસ?
ચીફ ઓફ ડિફેન્સ ચાર સ્ટાર જનરલ છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ત્રણેય સેવાઓને લગતી બાબતોમાં મુખ્ય લશ્કરી સલાહકાર તરીકે કામ કરે છે. CDS ત્રણેય સેવાઓને લગતી બાબતોમાં સંરક્ષણ મંત્રાલયના સલાહકાર તરીકે કામ કરે છે, પરંતુ તે ત્રણેય દળોમાંથી કોઈના વડા નથી. CDS લશ્કરી બાબતોના વિભાગનું નેતૃત્વ કરે છે, જે સંરક્ષણ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ એક નવો વિભાગ છે. CDS એ ભારતીય સશસ્ત્ર દળોના લશ્કરી વડા અને ભારતીય સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
