મા-બેટાને હાથે કરેલા હૈયે વાગવાના છે: સિલ્વાસામાં મોદી
સિલ્વાસા, 26 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના છ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. હવે સાતમા તબક્કામાં 30 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સભાઓ ગજવવાનું અને ભાજપનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત તેમણે આજે સિલ્વાસામાં તેમણે એક જાહેર ચૂંટણી સભા સંબોધી હતી.
સમગ્ર ભારતનું ભ્રમણ કરતા કરતા આપની વચ્ચે આવ્યો છું. વધારે સમય નહીં લઉં. પાંચ મીનિટમાં મારી વાત પુરી કરીશ. મિત્રો મને તમારો પ્રેમ મંજુર છે. આવી ભયંકર ગરમીમાં આટલી મોટી રેલી એ જ બતાવે છે કે હવાનો રૂખ શું છે. ભાઇઓ બહેનો અત્યાર સુધી જુદા જુદા રાજ્યોમાં જે મતદાન થયું છે એમાં બે વાત છે. જ્યાં મતદાન થયું છે ત્યાં એ પાક્કું થઇ ગયું છે કે હવે મા-બેટાની સરકાર ગઇ. મતદારોએ બીજું કામ એ કર્યું છે કે નવી સરકાર માટેનો શિલાન્યાસ મતદારોએ કરી દીધો છે. હવે જે કામ બાકી છે એ મજબૂત સરકાર બનાવવાનું છે. કોંગ્રેસનો એક જ કાર્યક્રમ છે કે અમે તો હારીએ પણ સામે બધું રફે-દફે થઇ જાય. મા-બેટા કાન ખોલીને સાંભળી લે કે હવે તમારો ઘંટ વાગવાનો નથી.

તમે સાવ મારા પાડોશમાં. તમારી મારી ભાષા એક. દિલનો અવાજ એક. છતાં હું તમારી સેવા નથી કરી શક્યો. કારણ તમે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. મને દુખ થાય કે મારા આદિવાસી ભાઇઓને સાંપ કરડે પણ ઇલાજ ના થાય, સગર્ભાને કેટલીય વીતે આ કારણે મેં 108 શરૂ કરી. કોલેજ શરૂ કરવાની જવાબદારી મેં લીધી.
પણ હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. આ મા-દીકરા દુનિયામાં જઇને મારો હિસાબ માંગે છે. તમે અહીં ઘરોમાં પાણીના નળો નથી આપી શક્યા, શૌચાલય નથી આપ્યા નથી. ગુજરાતમાં મેં આદિવાસી ભાઇઓ માટે વનબંધુ કલ્યાણ યોજના બનાવી છે. સોનિયા મેડમ જવાબ આપો તમે શું કર્યું? તે જવાબ નથી આપતા.
તેમના કરેલા તેમના હૈયે વાગવાના છે. આ વખતે તેમના હાથ વાગવાના છે. આ કોંગ્રેસવાળા જબરા છે. પહેલા હાથ જોડે, હાથ મિલાવે, હાથ અજમાવે અને પછી હાથની સફાઇ શરૂ. તેમનાથી ચેતતા રહેજો.
અત્યાર સુધી મને તમારી સેવા કરવાની સીધી તક નથી મળી. પાડોશમાં આવતો હતો, પાડોશી ધર્મ બજાવતો હતો. આ વખતે હું મારા માટે વોટ માંગવા આવ્યો છું. તમારે મોદી સરકાર બનાવવી હોય તો અહીંથી કમળ મોકલવું પડે. મને સીધે સીધી સેવા કરવાની તક આપો. હું વડાપ્રધાન બનું તો ગુજરાતની સેવા ગુજરાત રાજ્ય દ્વારા કરી શકું. પણ તમારી સીધે સીધી સેવા કરી શકું. મને તમારી સેવા કરવાની તક આપો.
અહીં આદિવાસી કલ્યાણ, ટુરિઝમ વિકાસ, આદિવાસી પ્રોડક્ટ્સની મુલ્યવૃદ્ધિ કરવાની તક રહેલી છે. તમારો વિકાસ નમુનેદાર બને તેવો કરવો છે. મને આપના આશીર્વાદ જોઇએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
