વડોદરામાં ફરતું થયું લવજેહાદનું રેટકાર્ડ હિંદુ યુવતીના ભાવ 5 લાખ

પાણીગેટ પોલિસ સ્ટેશનમાં લવજેહાદનો એક વધુ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં રાજેશ અલી મહંમદ શેખ નામનો યુવક પર 16 વર્ષ યુવતીને નામ બદલીને પોતાની પ્રેમજાળમાં ફસાવવાની વાત પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. કેરલબાગની સ્કૂલમાં ભણતી યુવતીની શાળાની બહાર રોજ રાજેશ ઊભો રહેતો હતો. યુવતીને રાજેશ પોતાના ધર્મ વિષે કોઇ જાણકારી નહતી આપી. વધુમાં તેણે પોતાનું નામ પણ એકલવ્ય જણાવ્યું હતું.

ત્યારે પોલિસ ચોપડે આ ફરીયાદ નોંધાતા યુવકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ 8મી ફેબ્રુઆરીએ વડોદરાના એસએસજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતા ભાવેશ નાયક સાઇબર સેલમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે તેમના વોટ્સઅપ ગ્રુપમાં સ્ટુડેન્ટ ઓફ મુસ્લિમ યુથ ફોરમના નામે એક વાયરલ થયેલા મેસેજ આવ્યા વિષે જણાવ્યું છે.

આ લવજેહાદના મેસેજમાં રીતસરનું હિંદુ યુવતીઓ પટાવવા માટેનું રેટકાર્ડ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં યુવતીઓને કેવી રીતે પટાવવી તેની વિગતો સાથે 11 મોબાઇલ નંબર અને 4 એડ્રેસ પણ આપવામાં આવ્યા હતા. જે બાદ ભાવેશ નાયક દ્વારા સાઇબર સેલમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. ગુરુવારે, શિવસેના અને હિંદુ સંગઠનો પણ કલેક્ટરને આવેદનપત્ર આપી આવા પ્રવૃત્તિને રોકવા અને આ અંગે કડક પગલાં લેવાની માંગણી કરી હતી.

ત્યારે કેમ ફરી એક વાર વડોદરામાં લવજેહાદનો મુદ્દો ચગ્યો છે. શું છે આ રેટકાર્ડની વિગતો, કેવી કેવી સગવડતાઓ આ વોટ્સઅપ મેસેજ આપવાની વાતો કરવામાં આવી છે તે વિષે વિસ્તૃત માહિતિ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

એકલવ્ય ઉર્ફ રાજેશ શેખ

એકલવ્ય ઉર્ફ રાજેશ શેખ

પાણીગેટ પોલિસ સ્ટેશનમાં 16 વર્ષીય યુવતીને ખોટી ઓળખ આપી પ્રેમમાં ફસાવવાની ફરિયાદ નોંધ્યા બાદ એકલવ્ય ઉર્ફ રાજેશ શેખની ધરપકડ કરવામાં આવી છે. રાજેશ મુસ્લિમ હોવા છતાં યુવતીને ખોટા નામે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેની પર ફરિયાદ કરવામાં આવી છે.

વોટ્સઅપ પર ફરતું થયું લવજેહાદનું રેટકાર્ડ

વોટ્સઅપ પર ફરતું થયું લવજેહાદનું રેટકાર્ડ

તો બીજી તરફ વડોદરામાં જ વોટ્સઅપ પર સ્ટુડેન્ટ ઓફ મુસ્લિમ યુથ ફોરમ નામે લવજેહાદના રેટકાર્ડનો એક મેસેજ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું કે જો તમે કોઇ હિંદુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવશો, તેને ભગાવી જશો અને તેનું ધર્મપરિવર્તન કરાવશો તો તેના બદલામાં તમને મળશે 5થી 7 લાખ રૂપિયા.

બ્રાહ્મણ યુવતીના લવજેહાદ મુજબ ભાવ!

બ્રાહ્મણ યુવતીના લવજેહાદ મુજબ ભાવ!

હિંદુ બ્રાહ્મણ યુવતીના લવજેહાદના મેસેજ મુજબ ભાવ છે 5 લાખ રૂપિયા. અને જો છોકરી હિંદુ ક્ષત્રિય હોય તો 4.5 લાખ રૂપિયા

શીખ યુવતી માટે 7 લાખ રૂપિયા

શીખ યુવતી માટે 7 લાખ રૂપિયા

લવજેહાદના આ રેટકાર્ડમાં શીખ પંજાબી યુવતીને ફસાવવાના સૌથી વધુ રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. જે મુજબ શીખ પંજાબી યુવતીના 7 લાખ અને હિંદુ પંજાબી યુવતીના 6 લાખ રૂપિયા લખવામાં આવ્યા છે.

ખ્રિસ્ત્રી યુવતી

ખ્રિસ્ત્રી યુવતી

વધુમાં લવજેહાદ નામે ખ્રિસ્તી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની જોડે લગ્ન કરી ધર્મપરિવર્તન કરવા માટે આ મેસેજ મુજબ 3 લાખ રૂપિયા આપવાની વાત કરી છે.

11 નંબરો અને 4 એડ્રેસ

11 નંબરો અને 4 એડ્રેસ

એટલું જ નહીં જો તમે અત્યારે કોઇ હિંદુ, શીખ કે ખ્રિસ્તી યુવતીને પ્રેમજાળમાં ફસાવી છે તો નાણાં મેળવવા માટે 11 નંબરો પર કોન્ટેક્ટ કરવા કે પછી ગુજરાત બહારના 4 સરનામે સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.

કાનૂની મદદની પણ વાત

કાનૂની મદદની પણ વાત

એટલું જ નહીં વિધર્મી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેમને ભગાવી જઇને લગ્ન કરનારને કાનૂની સહાય આપવાની પણ વાત કરવામાં આવી છે.

લવજેહાદ

લવજેહાદ

ત્યારે હાલ તો પોલિસે આ તમામ નંબરો અને એડ્રેસ કોના નામ પર છે અને તેમનો આ પ્રકરણમાં કેટલો હાથ છે તે વિષે જાણવા માટે સધન તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X