પરેશ રાવલના જૂતા મારવાના નિવેદન પર ઉર્મિલાએ કહ્યુઃ જનતા બધુ જાણે છે
બોલિવુડની રંગીલા ગર્લના નામથી જાણીતી ઉર્મિલા માતોંડકરે હાલમાં જ કોંગ્રેસ જોઈન કર્યુ છે. તે જોરશોરથી હાલમાં હાલમાં ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગઈ છે.
બોલિવુડની રંગીલા ગર્લના નામથી જાણીતી ઉર્મિલા માતોંડકરે હાલમાં જ કોંગ્રેસ જોઈન કર્યુ છે. તેમને મુંબઈ નોર્થથી પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે અને તે જોરશોરથી હાલમાં હાલમાં ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગઈ છે. ઉર્મિલાની એન્ટ્રી પર હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલે હાલમાં જ એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ઘણી વાર ફિલ્મી સ્ટાર્સ ભીડ તો ભેગી કરી લે છે પરંતુ રાજકારણમાં ટકી રહેવા માટે ઘણુ કામ કરવુ પડે છે.

સેલિબ્રિટીને જનતા જૂતા પણ મારે છેઃ પરેશ રાવલ
પરેશ રાવલે કહ્યુ હતુ કે સેલિબ્રિટીને જોઈને જનતા તેમને જોવા માટે આવે છે, તે એમને સાંભળે છે, સમજે છે અને જો તમે એમને સમજમાં ન આવ્યા તો જનતા જૂતા પણ બતાવે છે અને આ વાત દરેક સ્ટાર્સે રાજકારણમાં આવતા પહેલા સમજી લેવી જોઈએ. જો કે પરેશ રાવલે આ વાત માત્ર ઉર્મિલા માતોંડકર માટે નહોતી કહી પરંતુ તેમણે આ વાત એ બધા ફિલ્મી સ્ટાર્સ માટે કહી હતી કે જે રાજકારણમાં આવી રહ્યા છે અથવા આવી ચૂક્યા છે જેમાં તે પોતે પણ શામેલ છે.

ઉર્મિલાએ આપ્યો આકરો જવાબ
જેના જવાબમાં ઉર્મિલાએ ઘણા આકરો રિસ્પોન્સ આપીને કહ્યુ કે તે ફિલ્મોમાંથી રાજકારણમાં સારી સમજ લઈને આવી છે. તે બહુ સારી રીતે જાણે છે કે ફિલ્મી સ્ટાર્સ થોડી ઘણી ભીડ ભેગી કરી લે છે પરંતુ જનતા સમજદાર છે, એ બહુ સારી રીતે અસલી અને નકલીનો ફરક કરતા જાણે છે.

અમુક લોકો પોતાની ચિંતા કરે તો સારુ રહેશે
તમને જણાવી દઈએ કે પરેશ રાવલ અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ છે અને આ વખતે ચૂંટણી નથી લડવાના. ઉર્મિલા અને પરેશ રાવલ બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. ચાઈના ગેટ, દૌડ, જુદાઈ, સત્યા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
