Loksabha Election : પંજાબમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો ક્યારે જાહેર કરશે? જાણો શું કહ્યું કેજરીવાલે?
લોકસભા ચૂંટણી માટે રાજકિય પાર્ટીઓ એક્શનમાં આવી ગઈ છે અને ઉમેદવારો જાહેર કરી રહી છે ત્યારે હવે કેજરીવાલે પંજાબમાં ઉમેદવારોને લઈને મહત્વનું નિવેદન આપ્યુ છે.
આમ આદમી પાર્ટીએ દિલ્હી અને હરિયાણામાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે લોકોની નજર પંજાબમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર ટકેલી છે. પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટી સત્તામાં છે ત્યાં AAP કયા ઉમેદવારો પર દાવ લગાવશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કાર્યક્રમોમાં ભાગ લેવા શનિવારે દિલ્હીથી પંજાબ આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે પંજાબ લોકસભાના ઉમેદવારોની યાદી ક્યારે જાહેર કરવામાં આવશે?
પંજાબમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ચર્ચા ચાલી રહી છે, આગામી 2-4 દિવસમાં જાહેરાત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, અમે ગઈકાલે રાત્રે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ ચર્ચા કરી હતી અને હાલમાં વિચાર-મંથન ચાલી રહ્યું છે, અપેક્ષા છે કે બે-ચાર દિવસમાં અમે પંજાબ લોકસભા બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
