અણ્ણાનું સપનું સાકાર: લોકપાલ બિલ લોકસભામાં પાસ. કર્યા પારણા
નવી દિલ્હી, 18 ડિસેમ્બર: દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા લોકપાલ બિલ આજે લોકસભામાં પણ પાસ થઇ ગયું છે. રસ્તાથી સંસદ સુધીની લાંબી મજલ કાપ્યા બાદ આ બિલ પાસ થઇ ગયું છે અને સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેનું સપનું આખરે પૂરું થયું છે. બિલ પાસ થયાના સમાચાર મળ્યા બાદ અણ્ણા હઝારેએ ખુશી વ્યક્ત કરી અને આજે નવમાં દિવસે તેમણે પારણા કર્યા હતા.
લોકપાલ માટે આંદોલનનુ નેતૃત્વ કરી રહેલા અણ્ણા હઝારેએ સાંસદો અને અને સરકારનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહે આને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. બિલ પાસ થતાની સાથે જ રાલેગણ સિદ્ધિમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઇ ગયું હતું. આ સમાચાર સાંભળતા જ અણ્ણાની ખુશીનો પાર રહ્યો નહીં.
જોકે સરકાર માટે બિલ પાસ કરાવવાની કવાયત કઇ સરળ રહી નહી કારણ કે સમાજવાદી પાર્ટી બિલનો ભરપૂર વિરોધ કરી રહી હતી. મંગળવારે સંસદ શરૂ થતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને નારાયણસામીને પોતાના ઘરે બોલાવ્યા અને સરકારની રણનીતિની જાણકારી આપી.
ત્યારબાદ મુલાયમ સિંહ અને રામગોપાલ યાદવની વડાપ્રધાન સાથે મુલાકાત થઇ. આ મુલાકાતમાં સમાજવાદી પાર્ટીને વિરોધ કરવા માટે ગૃહમાં હંગામો મચાવવાને બદલે વોકઆઉટ કરવા માટે મનાવી લીધા, અને આ રીતે લોકસભામાં લોકપાલ બિલ શાંતિથી પસાર થઇ ગયું.
જોકે લેફ્ટ સહિત કેટલીક પાર્ટીઓએ બિલના કેટલાંક સંશોધન પર મત વિભાજન પણ કરાવ્યું હતું. પરંતુ ભાજપની પરવાનગીના પગલે વોટિંગ પણ બિલના પક્ષમાં રહ્યું. જનલોકપાલ પર અણ્ણા આંદોલનથી દબાણમાં આવેલી સરકારે ડિસેમ્બર 2011માં ગૃહમાં મત તરીકે જે પ્રસ્તાવને પાસ કર્યું હતું, તે આ સરકારી લોકપાલ બિલમાંથી ગાયબ છે. ગૃહનો મત નિચલી નોકરશાહીને લોકપાલમાં સામેલ કરવાનો હતો, લોકપાલ અંતર્ગત રાજ્યોમાં લોકાયુક્તનું ગઠન કરવાનું અને સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક સંહિતાને લોકપાલનો ભાગ બનાવવાનો હતો.
પરંતુ હાલના વિધેયકમાં સિટીઝન ચાર્ટરનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને લોકાયુક્તને લોકપાલથી અલગ કરી રાજ્યોને તેના ગઠન માટે એક વર્ષનો સમય આપી દેવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા 45 વર્ષથી સરકારી ફાઇલોની ધૂળ ખાઇ રહેલા લોકપાલ કાનૂનનો માર્ગ મોકળો બની ગયો છે.

લોકપાલ બિલ લોકસભામાં
આજે લોકપાલ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીની રણનીતિ
સંસદ શરૂ થતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને નારાયણસામીને પોતાના ઘરે બોલાવ્યા અને સરકારની રણનીતિની જાણકારી આપી.

મુલાયમ સિંહનો વિરોધ
લોકસભામાં પણ મુલાયમ સિંહ યાદવે લોકપાલ બિલ પ્રત્યે પોતાનો વિરોધ જારી રખ્યો હતો, અને જણાવ્યું હતું કે આ બિલ દેશનું નાશ વાળશે, કોઇ કામો થશે નહીં. જોકે કોંગ્રેસે તેમને શાંત રહેવા અથવા વોકાઉટ કરી દેવા મનાવી લીધા હતા.

ભાજપ અને વામ દળોનું પણ સમર્થન
સરકારી લોકપાલ બિલને ભાજપ અને વામ દળોનું પણ સમર્થન મળ્યું અને તેને લોકસભામાં પાસ કરી લેવાયું. સુષ્મા સ્વરાજે લોકપાલ વિધેયકનો શ્રેય રાહુલ ગાંધીને નહીં પરંતુ અણ્ણા હઝારેને આપે તેવું જણાવ્યું હતું.

અણ્ણાએ કર્યા પારણા
અણ્ણા હઝારેએ લોકસભામાં લોકપાલ બિલ પાસ થઇ જતા સાંસદોનો આભાર માન્યો હતો અને તેમણે બાળકના હાથે પાણી પીને પોતાના ઉપવાસ છોડ્યા હતા.

અરવિંદ કેજરીવાલ
જનલોકપાલ પર અણ્ણા આંદોલનથી દબાણમાં આવેલી સરકારે ડિસેમ્બર 2011માં ગૃહમાં મત તરીકે જે પ્રસ્તાવને પાસ કર્યું હતું, તે આ સરકારી લોકપાલ બિલમાંથી ગાયબ છે. ગૃહનો મત નિચલી નોકરશાહીને લોકપાલમાં સામેલ કરવાનો હતો, લોકપાલ અંતર્ગત રાજ્યોમાં લોકાયુક્તનું ગઠન કરવાનું અને સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક સંહિતાને લોકપાલનો ભાગ બનાવવાનો હતો. પરંતુ હાલના વિધેયકમાં સિટીઝન ચાર્ટરનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને લોકાયુક્તને લોકપાલથી અલગ કરી રાજ્યોને તેના ગઠન માટે એક વર્ષનો સમય આપી દેવામાં આવ્યો છે. જેથી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આ બિલને જોકપાલ બિલ ગણાવી તેનો અસ્વીકાર કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
