લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ - RSS વચ્ચે મહાભારત યુદ્ધ થશે : ચિદમ્બરમ
તિરૂચિરાપલ્લી, તમિલનાડુ, 27 ઓક્ટોબર : નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી 2014 એ કોંગ્રેસ અને આરએસએસ વચ્ચે મહાભારતનું યુદ્ધ બની રહેશે. આ એ જ આરએસએસ છે જેણે નરેન્દ્ર મોદીને ભાજપના પીએમ પદના ઉમેદવાર બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
શનિવારે તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી એક જાહેર સભામાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે જણાવ્યું કે પોતાને એક સાંસ્કૃતિક અને બિન રાજકીય સંગઠન ગણાવનાર આરએસએસ વાસ્તવમાં પોતાની રાજકીય પાંખના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. વર્તમાન સમયમાં આરએસએસ સાંપ્રદાયિકતાના મુદ્દે લોકોમાં સૂર અને અસૂરોના બીજ રોપી રહ્યું છે.

ચિદમ્બરમે ભાજપ શાસિત ગુજરાત અને તેના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જણાવ્યું કે ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર્સમાં અનેક મુસ્લિમ યુવાઓ માર્યા ગયા હતા. ચિદમ્બરમે જણાવ્યું કે જ્યારે તેઓ ગૃહ મંત્રી હતા ત્યારે તેમણે એક પણ એન્કાઉન્ટર થવા દીધા ન હતા. મેં સુરક્ષાદળોને આદેશ આપ્યા હતા કે આતંકવાદીઓ કે ગુનેગારો જ્યાં સુધી ગોળીબાર ના કરે ત્યાં સુધી તેમને જીવીત પકડવા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
