Lok Sabha Elections 2024: સાનિયા મિર્ઝા હૈદરાબાદથી ઓવૈસી સામે લડશે ચૂંટણી? જાણો કોંગ્રેસનુ પ્લાનિંગ
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પોતપોતાના ચોકઠા ગોઠવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં હૈદરાબાદથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી સામે પ્રખ્યાત ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહી છે.
મનીકંટ્રોલે અજાણ્યા સૂત્રોને ટાંકીને આ સમાચાર જાહેર કર્યા છે. કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) એ ચાર રાજ્યો - ગોવા, તેલંગાણા, યુપી, ઝારખંડ તેમજ દીવ અને દમણમાં ઉમેદવારોની ચર્ચા કરવા માટે બુધવારે યોજાયેલી તેની બેઠકમાં 18 નામોને મંજૂરી આપી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મીટિંગમાં મિર્ઝાના નામ પર પણ ચર્ચા થઈ હતી.

અહેવાલમાં જણાવાયું છે કે રાજકીય પંડિતો માને છે કે શહેરની ચૂંટણીના માહોલમાં તેની ખોવાયેલી પકડની ભરપાઈ કરવા માટે કોંગ્રેસ સાનિયા મિર્ઝાની લોકપ્રિયતા અને સેલિબ્રિટી સ્ટેટસ પર નજર રાખી રહી છે. કોંગ્રેસ છેલ્લે 1980માં હૈદરાબાદમાં જીતી હતી અને કેએસ નારાયણ સાંસદ હતા.
રિપોર્ટ અનુસાર, ઉમેદવારી માટે મિર્ઝાના નામનો પ્રસ્તાવ ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીને આપ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે ગાઢ પારિવારિક સંબંધો છે. ક્રિકેટરના પુત્ર મોહમ્મદ અસદુદ્દીનના લગ્ન 2019માં સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા સાથે થયા છે. અઝહરુદ્દીને તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી લડી હતી, જ્યાં તે જ્યુબિલી હિલ્સ મતવિસ્તારમાંથી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના મગંતી ગોપીનાથ સામે 16,000થી વધુ મતોથી હારી ગયા હતા.
તમને જણાવી દઈએ કે 543 સંસદીય મતવિસ્તારો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે, જે 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ સમાપ્ત થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 7મી મેના રોજ યોજાશે. 13મી મેના રોજ 5મો તબક્કો, 20મી મેના રોજ 5મો તબક્કો, 25મી મેના રોજ 6મો તબક્કો અને 1લી જૂને છેલ્લો અને 7મો તબક્કો યોજાશે. 4 જૂને મતગણતરી થશે. તેલંગાણામાં 13 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
