Lok Sabha Elections 2024: ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, ગુજરાતની 15 સીટોના ઉમેદવારોની જાહેરાત
Lok Sabha Elections 2024: આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ભાજપે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 195 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
કોણ ક્યાંથી ચૂંટણી લડશે? - બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પાર્ટીના નેતાએ 29 ફેબ્રુઆરીએ યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક વિશે માહિતી આપી હતી.

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે ઉમેદવારોના નામ પર મંથન કર્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય પક્ષ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.
આ બેઠકમાં 16 રાજ્યની 195 સીટના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 34 કેન્દ્રીય મંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના નામોની જાહેરાત પણ આ યાદીમાં કરવામાં આવી છે. આ યાદીમાં 28 મહિલા આગેવાનોનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ 51, બંગાળ 20, મધ્યપ્રદેશ 24, ગુજરાત 15, રાજસ્થાન 15, કેરલ 12, તેલંગાના નવ, આસામ 11, ઝારખંડ અને છત્તીસગઢ 11, દિલ્હી પાંચ સહિત 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતની લોકસભાની 15 સીટો ના ઉમેદવારોની જાહેરાત
- કચ્છ - વિનોદ ચાવડા
- બનાસકાંઠા - રેખાબેન ચૌધરી
- પાટણ - ભરતસિંહ ડાભી
- ગાંધીનગર - અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા
- રાજકોટ - પુરુષોત્તમ રૂપાલા
- પોરબંદર - મનસુખ માંડવીયા
- જામનગર - પૂનમબેન માડમ
- આણંદ - મિતેશભાઇ પટેલ
- ખેડા - દેવુસિંહ ચૌહાણ
- પંચમહાલ - રાજપાલ સિંહ જાદવ
- દાહોદ - જશવંતસિંહ ભાભોર
- ભરૂચ - મનસુખ વસાવા
- બારડોલી - પ્રભુભાઈ વસાવા
- નવસારી - સી આર પાટીલ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
