Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીમાં બીજેપીને મળશે માત્ર આટલી સીટ? જાણો શું કહ્યું પ્રશાંત કિશોરે?
લોકસભા ચૂંટણીના 5 ચરણ માટે મતદાન પુરૂ થઈ ગયુ છે. મતદાન વચ્ચે બીજેપીને મોટુ નુકસાન થઈ રહ્યું હોવાના દાવા થઈ રહ્યાં છે. આ દાવા વચ્ચે બીજેપીને લઈને પ્રશાંત કિશોરે મોટો દાવો કર્યો છે.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે આ વખતે 400ને પાર કરવાના ભાજપના દાવા પર નિવેદન આપ્યું છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, બીજેપીનો દાવો છે કે આ વખતે તે 400 સીટોને પાર કરશે, તેમને આ ચૂંટણીમાં આટલી સીટો નહીં મળે.
પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 2019માં ભાજપને 303 સીટો મળી હતી, પરંતુ આ વખતે પણ તેઓ આ સંખ્યાની આસપાસ સીટો મેળવશે. તેઓ કહી રહ્યા છે કે ભાજપને 370થી વધુ બેઠકો મળશે અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે, આવું થવાનું નથી. તેને 270થી ઓછા નહીં મળે અને ચોક્કસપણે 370 નહીં.
પ્રશાંત કિશોરે કહ્યું કે, જો વર્ષ 2019ના પરિણામોની વાત કરીએ તો ભાજપને ઉત્તર અને પશ્ચિમમાંથી 303માંથી માત્ર 250 બેઠકો મળી છે. આ વખતે જોવાનું રહેશે કે શું ભાજપ 50 સીટો પર હારી જશે?
તેમણે કહ્યું કે, આ વખતે પૂર્વ અને દક્ષિણમાં ભાજપનો વોટ શેર વધી શકે છે. બંગાળ, ઓડિશા, આસામ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ભાજપને 15 થી 20 બેઠકો મળી રહી છે.
લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. દેશની 543 લોકસભા સીટોમાંથી 428 સીટો પર અત્યાર સુધીમાં મતદાન થઈ ચૂક્યું છે. હવે માત્ર 114 બેઠકો પર જ મતદાન થવાનું બાકી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
