પીએમ મોદી પર સિદ્ધુના પ્રહારો થયા તેજ, 5 ‘નવી ગાળો'થી સાધ્યુ નિશાન

સિદ્ધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ‘ડિવાઈડર ઈન ચીફ', ‘કાળા અંગ્રેજ' સહિત પાંચ ‘નવી ગાળો'થી નિશાન સાધ્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલની એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યુ કે કોંગ્રેસમાં મને ગાળ દેવાની હોડ લાગી છે, એટલુ જ નહિ પીએમ મોદીએ કોંગ્રેસ નેતાઓ તરફથી આપવામાં આવેલી અમુક ગાળોનો પણ ઉલ્લેખ પોતાના સંબોધન દરમિયાન કર્યો. સાથે કહ્યુ કે અત્યાર સુધી કોંગ્રેસે ગાળો તરીકે તેમના પર પ્રેમ વરસાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની આ ટિપ્પણી બાદ પણ કોંગ્રેસ નેતાઓ તરફથી તેમના પર વાકયુદ્ધ બંધ નથી થઈ રહ્યા. આ વખતે કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પ્રધાનમંત્રી મોદી પર એક પછી એક ઘણા હુમલા કર્યા. સિદ્ધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર 'ડિવાઈડર ઈન ચીફ', 'કાળા અંગ્રેજ' સહિત પાંચ 'નવી ગાળો'થી નિશાન સાધ્યુ છે.

સિદ્ધુએ પીએમ મોદીને ગણાવ્યા - ‘ડિવાઈડર ઈન ચીફ'

સિદ્ધુએ પીએમ મોદીને ગણાવ્યા - ‘ડિવાઈડર ઈન ચીફ'

શનિવારે ઈન્દોરમાં એક જનસભાને સંબોધિત કરતા નવજોત સિંહ સિદ્ધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લેટેસ્ટ હુમલો કર્યો. આ દરમિયાન સિદ્ધુએ પીએમ મોદીને ‘લાયર ઈન ચીફ, ડિવાઈડર ઈન ચીફ, બિઝનેસ મેનેજર ઑફ અંબાણી એન્ડ અદાણી' પણ કહી દીધા. એટલુ જ નહિ સિદ્ધુએ ‘કાળા અંગ્રેજ અને સૌથી મોટા ગદ્દાર' કહીને પણ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ. એટલુ જ નહિ કોંગ્રેસ નેતાએ પીએમ મોદી પર ભાગલાવાદી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. સાથે જ જીએસટી, નોટબંધી અને રોજગારના મુદ્દા પર પણ પ્રધાનમંત્રીને ઘેર્યા.

લાયર ઈન ચીફઃ સિદ્ધુ બોલ્યા પીએમ મોદી અને તેમનો આખો કાફલો જ જૂઠ્ઠો

લાયર ઈન ચીફઃ સિદ્ધુ બોલ્યા પીએમ મોદી અને તેમનો આખો કાફલો જ જૂઠ્ઠો

આ દરમિયાન સિદ્ધુએ કહ્યુ, ‘પીએમ મોદી એ નવવધુની જેમ છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધુ ખણકાવે છે. બસ આ જ થયુ છે મોદી સરકારમાં.' સિદ્ધુએ કહ્યુ, ‘પીએમ મોદી અને તેમનો આખો કાફલો જૂઠ્ઠો છે. મે હીરો નંબર વન, કુલી નંબર વન અને બીવી નંબર વન જેવી ફિલ્મો જોઈ હતી પરંતુ હાલમાં મોદીની નવી ફિલ્મ આવી રહી છે - ફેંકુ નંબર વન.' સિદ્ધુએ આગળ કહ્યુ, ‘ના રામ મળ્યા, ના રોજગાર મળ્યુ, દરેક ગલીમાં મોબાઈલ ચલાવતો એક બેરોજગાર મળ્યો.'

‘બિઝનેસ મેનેજર ઑફ અંબાણી એન્ડ અદાણી'

ઈન્દોરમાં સિદ્ધુએ ચૂંટણી સભા દરમિયાન કહ્યુ, ‘નરેન્દ્ર મોદીમાં દમ હોય તો તે રોજગાર, નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડીને બતાવે, પરંતુ તે લોકોમાં ધર્મ અને જાતિના નામ પર ભાગલા પાડીને ચૂંટણી લડી રહ્યા છે.' સિદ્ધુએ કહ્યુ કે મોદી સરકાર ગંગા નદીને સાફ કરવા, બે કરોડ નોકરીઓ આપવા અને કાળુ નાણુ ભારત લાવવામાં નિષ્ફળ રહી છે. આ દરમિયાન સિદ્ધુએ પીએમ મોદી પર જુઠ્ઠુ બોલવાનો પણ આરોપ લગાવ્યો. સિદ્ધુએ કહ્યુ, ‘હું તેમને લાયર ઈન ચીફ, ડિવાઈડર ઈન ચીફ અને અંબાણી અદાણીનો બિઝનેસ મેનેજર કહુ છુ.'

‘ઈન્દોરવાળા, હવે કા'ળા અંગ્રેજો'થી આ દેશને મુક્તિ અપાવશે'

‘ઈન્દોરવાળા, હવે કા'ળા અંગ્રેજો'થી આ દેશને મુક્તિ અપાવશે'

ઈન્દોરમાં સભાને સંબોધિત કરતા સિદ્ધુએ કહ્યુ, ‘કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી અપાવી. આ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે, તેમણે ગોરાઓથી આઝાદી અપાવી હતી અને તમને ઈન્દોરવાળા હવે ‘કાળા અંગ્રેજો'થી આ દેશને મુક્તિ અપાવશો.' સિદ્ધુએ રાફેલ સોદા પર પણ પીએમ મોદીને ઘેર્યા અને કહ્યુ કે, ‘મોદી દેશના લોકોને કહેતા હતા કે તેમને 10 રૂપિયાની પેન ખરીદવા પર દુકાનદાર પાસેથી બિલ લેવુ જોઈએ, પરંતુ જ્યારે રાફેલ વિમાનોના બિલની વાત થાય છે તો તે અકળાઈ કેમ જાય છે?'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X