'મેજિક ફિગર' જ બચાવી શક્શે મોદીનું નેતૃત્વ, 2019 ચૂંટણી અંગેની 5 મહત્વની વાત
ચૂંટણીના પરિણામ 23મી મેના રોજ આવશે. આ પરિણામો સ્પષ્ટ હશે. સૌથી મોટી પાર્ટી, સૌથી મોટું ગઠબંધન, કોનો વિજય કોનો પરાજય, કોના માટે જનાદેશ, કોના વિરુદ્ધ જનાદેશ આ તમામ બાતો પરિણામમાં સ્પષ્ટ થઈ જશે.
ચૂંટણીના પરિણામ 23મી મેના રોજ આવશે. આ પરિણામો સ્પષ્ટ હશે. સૌથી મોટી પાર્ટી, સૌથી મોટું ગઠબંધન, કોનો વિજય કોનો પરાજય, કોના માટે જનાદેશ, કોના વિરુદ્ધ જનાદેશ આ તમામ બાતો પરિણામમાં સ્પષ્ટ થઈ જશે. જો કે તેમ છતાંય આ જનાદેશને પોત પોતાની રીતે મૂલવવાની કોશિશ થશે જેથી હારની છાપ ભૂલાવી શકાય. કાર્યકર્તાઓના મનોબળને કથિત રીતે મજબૂ બનાવી શકાય. પરંતુ ચૂંટણી પહેલા પણ કેટલીક વાતો સ્પષ્ટ થઈ ચૂકી છે, જે છેવટના પરિણામોનો આધાર બનવાની છે.
આ પણ વાંચો: એક સમયના નહેરુના મત વિસ્તાર ફૂલપુરમાં આજે થઈ રહ્યું છે 'મોદી મોદી', જાણો કેમ?

ભાજપ સામે કોંગ્રેસ મુખ્ય પડકાર
ભાજપે જે પાર્ટીને પોતાની વિરોધી માની છે, તે કોંગ્રેસ છે. 42 સીટો વાળી કોંગ્રેસે 282 બેઠકો ધરાવતા ભાજપના છક્કા છોડાવી દીધા. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાષણમાં રાહુલ ગાંધી નિશાના પર રહ્યા. એટલે સુધી કે ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની ઉપેક્ષા છતાંય કોંગ્રેસની અવગણના નથી થઈ શકી. બિહાર, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ગઠબંધનમાં રહીને NDA સામે લડાઈ લડી છે. તો મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસે ભાજપ સામે સીધી લડાઈ લડી છે.

ત્રીજો મોરચો ન બન્યો.
ત્રીજો મોરચો એટલે કે ભાજપ અને કોંગ્રેસ સિવાયનું ગટબંધન. ચૂંટણી પહેલા ત્રીજો મોરચો ન રચાયો, તો ચૂંટણી બાદ પણ તેની શક્યતા ઓછી છે. કારણ એ છે કે કોંગ્રેસ સિવાય બિનભાજપી સરકાર શક્ય જ નથી. એટલે ત્રીજો મોરચો શક્ય નથી. જ્યારે દેશમાં ભાજપ અને કોંગ્રેસ બંને વિરોધી કોઈ માહોલ હોય તો ત્રીજો મોરચો શક્ય બને. પરંતુ આવું ચે નહીં. સત્ય એ છે કે ભાજપ કોંગ્રેસનો જ વિરોધ કરી રહ્યું છે. બાકીના પક્ષો તેમનો સાથ આપવા મજબૂર છે. એટલે જ ત્રીજો મોરચો 2019માં શક્ય નથી બન્યો, ન તો ચૂંટણી બાદ શક્ય બનશે.

ભાજપે માન્યું કે બેઠકો ઘટશે.
રામ માધવનું 271 બેઠકો મળવાનું નિવેદન ભલે ભાજપ માટે ખુશી લાવનારું નિવેદન હોય કે પછી સુબ્રમણ્યમ સ્વામીનું બાલાકોટ ન હોત તો ભાજપને 160 અને હવે 230 બેઠકો મળવાનું નિવેદન હોય. સ્પષ્ટછે કે ભાજપની તાકાત ઘટવાની છે. કેટલી ઘટશે તેના પર પરસ્પર વિરોધી દાવા થઈ રહ્યા છે. પરંતુ એક વાત નક્કી છે કે એનડીએને મહાગઠબંધનથી યુપી અને બિહારમાં અને યુપીએને કારણે મહારાષ્ટ્રમાં ઝટકો મળી શકે છે. કોંગ્રેસ કેટલાક રાજ્યોમાં ભાજપને લોઢાના ચણા ચાવવા મજબૂર કરી રહી છે.

NDA નબળું પડશે તો ભંગાણ નક્કી
જો બેઠકો ઘઠશે અને સરકાર બનાવવા માટે મોદી સિવાયના કોઈ નેતાની વાત આવશે તો NDAના સાથી પક્ષો જરૂર સ્થિતિનો લાભ ઉઠાવશે. નીતિશકુમાર, ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓ જૂથબંધી કરવા ટાંપીને બેઠા છે. અહીં આ પક્ષોને 5 વર્ષ માથુ નમાવીને સમર્થન કરતા રહેવાનો બદલો લેવાનો હશે. આમ પણ હવે જો લોકસભાની બેઠકોની રીતે જોઈએ તો એનડીએમાં સહયોગી પક્ષો ઓછા છે. સાથે જ એનડીએના સાથી પક્ષોની બેઠકો વદે તેવી શક્યતા પણ ઓછી છે. એટલે જ જો મુશ્કેલ સમય આવશે તો એનડીએમાં ભંગાણ નક્કી છે.

મેજિક ફિગર જ કરશે નેતૃત્ત્વની રક્ષા
એનડીએમાં નેતૃત્ત્વ પરિવર્તનની માગ ત્યારે જ શક્ય છે, જ્યારે સાથી પક્ષો મજબૂત થશે. જો સાથી પક્ષો મજબૂત નહીં થાય તો ભાજપ તાકાત ઘઠવા છતાંય નવી સરકાર રચવા તૈયાર થશે. અને નેતૃત્વ નરેનદ્ર મોદી જ કરશે. બેઠકોની સંખ્યા ઘટવાને કારણે એનડીએને કેટલાક સ્થાનિક પક્ષોનું સમર્થન જોઈશે. પરંતુ આ સ્થિતિમાં ભાજપ નેતૃત્વ પરિવર્તન માટે તો જ તૈયાર થશે જો કોંગ્રેસને ભાજપની નબળાઈનો લાભ મળતો દેખાશે. એટલે નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વને પડકાર એ તો આવનારી સ્થિતિ જ નક્કી કરસે. એટલે મેજિક ફિગર જ તેમનું નેતૃત્તવ બચાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
