વીડિયો: મંચ પર રડતા રડતા જયા પ્રદાએ આઝમ ખાન માટે કંઈક આવું કહ્યું
રામપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયા પ્રદાએ બુધવારે નામાંકન ભર્યું અને પોતાના પ્રતિદ્વંધી આઝમ ખાન પર પ્રહાર કર્યા.
રામપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયા પ્રદાએ બુધવારે નામાંકન ભર્યું અને પોતાના પ્રતિદ્વંધી આઝમ ખાન પર પ્રહાર કર્યા. જયા પ્રદા મંચ પર જ રડવા લાગી, જેથી સભામાં પહોંચેલા સમર્થકો પણ ભાવુક થઇ ગયા. જયા પ્રદાએ કહ્યું કે તેઓ રામપુર છોડવા નથી માંગતા. જયાએ કહ્યું કે મારા પર હુમલા થયા. એસિડ ફેંકવાનું ષડયંત્ર રચવામાં આવ્યું પરંતુ હું ખુબ જ ખુશ છું કે આખો ભાજપ પરિવાર મારી સાથે છે.

જયા પ્રદા સ્ટેજ પર જ રડવા લાગ્યા હતા. કેટલાક સમય માટે તેમને પોતાનું ભાષણ પણ રોકી દીધું અને આંસુ લુછવા લાગી. તેનાથી તેમના સમર્થકો પણ ભાવુક થઇ ગયા અને "અમે તમારી સાથે છે" નારા આખી સભામાં ગુંજવા લાગ્યા. વિપક્ષ પર પ્રહાર કરતા તેમને કહ્યું કે આ લોકો ગરીબો પર દબંગાઈ કરે .છે ખોટી વસ્તુનો વિરોધ કરવા પર જેલમાં પુરી દે છે. ભાવુક થઈને જયા પ્રદાએ કહ્યું કે હવે હું રડવા નથી માંગતી, હવે હું હસવા માંગુ છે. મને જીવવાનો હક છે. હું લોકોની સેવા કરવા માંગુ છું. તેમને કહ્યું કે આઝમ ખાને નફરતની દીવાર બનાવી છે.
#WATCH: BJP candidate for #LokSabhaElections2019 from Rampur, Jaya Prada, breaks down while addressing a public rally; says, "Mai Rampur nahi chhodna chahti thi...Mai Rampur isliye chhod gayi, kyonki mujhe us din tezab se attack karne ke liye socha tha, mere upar hamla kiya tha" pic.twitter.com/HaWRRlHjq1
— ANI UP (@ANINewsUP) April 3, 2019
આઝમ ખાન પર સીધો પ્રહાર કરતા જયા પ્રદાએ કહ્યું કે 2004 દરમિયાન જયારે "મંત્રીજી" મને રામપુર લાવ્યા હતા ત્યારે તેમને ખબર ના હતી કે હું ફિલ્મોમાં કામ કરું છું? તેમને મારી ફિલ્મો જોઈ ના હતી? મારી ફિલ્મો જોઈ હતી એટલા માટે જ તો મને મુંબઈથી લઈને આવ્યા હતા. જયા પ્રદાએ આઝમ ખાનને પોતાના ભાઈ ગણાવતા કહ્યું કે હું તમને ભાઈ-ભાઈ કહેતી હતી પરંતુ ભાઈ હોવા છતાં તમે રાખડીનું મહત્વ ના સમજી શક્યા. ભાઈ હોવા છતાં તમે મને નાચવા વાલી કહી, ભાઈ હોવા છતાં તમે મને અપશબ્દ કહ્યા. જયા પ્રદાએ ભાજપ અને પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે હવે હું પહેલા જેવી નથી રહી, હું બહાદુર બની ચુકી છું. હવે ગમે તે થાય હું રામપુરની જનતા માટે કામ કરીશ.
આ પણ વાંચો: ભગવાન રામની મૂર્તિ બની શકે છે, તો મારી કેમ નહીં: માયાવતી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
