‘મે ભી ચોકીદાર' ના લાઈવ પ્રસારણ પર દૂરદર્શનને ચૂંટણી કમિશનની નોટિસ
ચૂંટણી કમિશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના ‘મે ભી ચોકીદાર' કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરવા પર દૂરદર્શનને નોટિસ આપી જવાબ માંગ્યો છે.
ચૂંટણી કમિશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના 'મે ભી ચોકીદાર' કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરવા પર દૂરદર્શનને નોટિસ આપી જવાબ માંગ્યો છે. 31 માર્ચે નરેન્દ્ર મોદીએ 'મે ભી ચોકીદાર' અભિયાન હેઠળ દેશભરમાં ચોકીદારોને સંબોધિત કર્યા હતા. લગભગ દોઢ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમને દૂરદર્શને લાઈવ ચલાવ્યુ હતુ.

સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન થયા બાદ આચાર સંહિતા લાગુ છે. એવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને લાઈવ બતાવવા પર કમિશને દૂરદર્શનને નોટિસ પાઠવી છે. 31 માર્ચે નરેન્દ્ર મોદીએ દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં ચોકીદારો સાથે વાત કરી હતી. દૂરદર્શન અને ઘણા અન્ય માધ્યમો દ્વારા દેશભરમાં આને પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. દેશના લગભગ 500 સ્થળોએ વીડિયો દ્વારા પણ લોકોને મોદીએ સંબોધિત કર્યા હતા.
દેશમાં 17મી લોકસભા માટે 11 એપ્રિલે સાત તબક્કામાં મતદાન થવાનું છે. 23 મેના રોજ પરિણામો ઘોષિત કરવામાં આવશે. એવામાં ચૂંટણી કમિશન તરફથી સતત રાજકીય દળોને નોટિસ મોકલવા અને ઘણા કાર્યક્રમો પર રોક લગાવવાના કેસ સામે આવી રહ્યા છે. ચૂંટણી કમિશને નરેન્દ્ર મોદીના 'નમો ટીવી' પર પણ સૂચના પ્રસારણ મંત્રાલયને નોટિસ આપી જવાબ માંગ્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા કેમ ચેનલ લૉન્ચ કરવામાં આવી.
કોંગ્રેસ અને બીજા દળોને પણ ઘણા કેસમાં કમિશને નોટિસ મોકલી છે. ચૂંટણી કમિશને કોંગ્રેસના ચૂંટણી અભિયાન પર સખત વલણ અપનાવીને રાફેલ વિશેની જાહેરાતો પર રોક લગાવી દીધી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે નવ જાહેરાતોને ચૂંટણી કમિશન પાસે મંજૂરી માટે મોકલી હતી. આ 9માંથી 6 વીડિયો જાહેરાતો પર ચૂંટણી કમિશને વાંધો દર્શાવીને આના પર રોક લગાવી દીધી છે. આ પહેલા ચૂંટણી કમિશે બધી રાજકીય પાર્ટીઓમાંથી સેનાના ફોટાના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
