Lok Sabha Election : મહારાષ્ટ્રમાં બીજેપી રાજ ઠાકરેના ભરોષે કેમ? વધી ગઈ છે મુશ્કેલી?
મહારાષ્ટ્રમાં બીજેપી માટે મુશ્કેલી વધી રહી છે. ઈન્ડિયા ગઠબંધનની મજબુતી બીજેપીને બહારનો રસ્તો દેખાડી શકે છે ત્યારે હવે બીજેપી રાજ ઠાકરેનો છેડો પકડવા જઈ રહી હોવાના અહેવાલ છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને કાકા બાલ ઠાકરેના રાજકીય પડછાયામાંથી બહાર આવ્યાને લગભગ બે દાયકા વીતી ગયા છે પરંતુ તેઓ એક વખત સિવાય ક્યારેય તેમની ખાસ રાજકીય તાકાત દર્શાવી શક્યા નથી.

જો કે જે રીતે તેઓ પુત્ર સાથે દિલ્હી આવ્યા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે અને તેમની પાર્ટી એનડીએ અથવા મહાયુતિમાં જોડાવાની અટકળો છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મહારાષ્ટ્રમાં ભાજપને 2.25% વોટ શેર વાળી MNS થી કોઈ ફાયદો થશે?
રાજ ઠાકરેની પાર્ટીએ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 101 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 86 પર તેની ડિપોઝીટ જપ્ત થઈ હતી. પાર્ટી માત્ર 1 સીટ જીતી શકી અને તેને 2.25% વોટ મળ્યા હતા.
મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (મુખ્યમંત્રી એકનાથ શિંદે) અને NCP (નાયબ મુખ્યમંત્રી અજિત પવાર)નું મહાગઠબંધન છે. રાજ્યની 48 લોકસભાની સીટોની વહેંચણી હજુ સુધી આ પક્ષો વચ્ચે થઈ નથી. તેમ છતાં જો ભાજપ રાજ ઠાકરે સાથે વાત કરે છે તો તેનું રાજકીય રહસ્ય સમજવું પડે તેમ છે.
બિહારમાં પણ બીજેપીને સીટો ફાઈનલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. પાર્ટીએ એક સાંસદ સાથે ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ) પર વિશ્વાસ કર્યો અને તેના કાકા પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના 5 સાંસદો હોવા છત્તા એક પણ સીટ ન આપી.
તેનું કારણ એ હતું કે પારસ પાસે સાંસદ હોવા છતાં પાસવાનની વોટબેંક ચિરાગ સાથે હોવાનું માનવામાં આવે છે. બરાબર વિપરીત સ્થિતિ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સામે જોવા મળી રહી છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ પહેલેથી જ મળી ચૂક્યું છે. મોટાભાગના સાંસદો અને ધારાસભ્યો પણ તેમનું સમર્થન કરી રહ્યા છે. પરંતુ ઠાકરેના નામ પર મળેલા મતો પણ તેમની સાથે આવ્યા હોવાનું કોઈ ચોક્કસ કહી શકે તેમ નથી.
મહારાષ્ટ્રના રાજકારણ પર પકડ ધરાવતા ઘણા નિષ્ણાતોને લાગે છે કે શિવસૈનિકોનો એક મોટો વર્ગ હજુ પણ ઉદ્ધવ ઠાકરેને સહાનુભૂતિથી જુએ છે. ભાજપ માટે રાજ ઠાકરે એ સહાનુભૂતિને દૂર કરવામાં ઉપયોગી થઈ શકે છે. આ જ કારણ છે કે બીજેપી વાતચીત કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
