Lok Sabha Election Result 2024 : ચંદ્રબાબુ નાયડુને લઈને યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી સાચી પડશે?
Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ પણ કોંગ્રેસ ઉત્સવ મનાવી રહી છે અને બીજેપી સૌથી વધુ સીટો જીત્યા બાદ પણ બોલવાની સ્થિતીમાં નથી. આ સ્થિતી વચ્ચે તમામની નજર ચંદ્રબાબુ નાયડુ પર છે.
આ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે એનડીએની બેઠકો વિશે આગાહી કરી હતી કે બીજેપીને સરકાર બનાવવામાં તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લોકસભા ચૂંટણી 2024માં બીજેપીની આગેવાની હેઠળના NDAને 293 સીટો, ઈન્ડિયા એલાયન્સને 234 સીટો અને અન્યને 16 સીટો મળી છે. ચૂંટણી પરિણામો પહેલા એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે જો આ ચૂંટણીમાં NDAને લગભગ 280 સીટો મળે છે તો સ્પષ્ટ થઈ જશે કે મોદી લહેર ક્યાંય નથી અને આવી સ્થિતિમાં તે નરેન્દ્રની નૈતિક હાર હશે.
યોગેન્દ્ર યાદવે એમ પણ કહ્યું હતું કે જો NDA લગભગ 280 બેઠકો મેળવે છે તો ઘણા સહયોગી ભાજપ છોડી શકે છે. તેમણે કહ્યું હતું કે, આ વખતે એનડીએમાં સૌથી મોટી પાર્ટી ટીડીપી છે અને નરેન્દ્ર મોદીનો આંકડો છત્રીસનો છે તે આખો દેશ જાણે છે.
તેમાં કોઈ શંકા નથી કે ચંદ્રાબાબુ નાયડુ જલદી જ તેમને છોડી દેશે. તમે બધા બિહારના સીએમ નીતિશ કુમારનો ટ્રેક રેકોર્ડ જાણો છો.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, જો બીજેપી પોતાના દમ પર બહુમત નથી મેળવી શકતી તો એનડીએની સાથે ચંદ્રાબાબુ સહિત અનેક નાની પાર્ટીઓ ભાજપ છોડી શકે છે કારણ કે એનડીએમાં ઘણી કાચી ઈંટો છે. તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેની શિવસેના એકમાત્ર એવી પાર્ટી છે જેના પર ભાજપ વિશ્વાસ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
