Lok Sabha Election : રાજ ઠાકરે બીજેપી સાથે ગઠબંધન કરવા જઈ રહ્યાં છે?
મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીને તોડ્યા બાદ પણ બીજેપી માટે કપરા ચઢાણ છે. હવે અહેવાલો આવી રહ્યા છે કે બીજેપી રાજ ઠાકરેની મનસે સાથે ગઠબંધન કરી શકે છે.
સૂત્રો અનુસાર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ-શિવસેના (એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથ) ગઠબંધનમાં જોડાય તેવી શક્યતા છે.

તેઓ દિલ્હી જઈ રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ હાજર છે. તે પોતાની પાર્ટી MNS માટે દક્ષિણ મુંબઈ અને શિરડી બે સીટોની માંગ કરી શકે છે.
રાજ ઠાકરે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ છે. રાજ ઠાકરે ઉદ્ધવના પિતા અને દિવંગત શિવસેના સ્થાપક બાળ ઠાકરેના ભત્રીજા છે. શિવસેનાના બીજા જૂથનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે.
જો કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જાન્યુઆરીમાં ચુકાદો આપ્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળનો જૂથ વાસ્તવિક શિવસેના છે.
2022 માં એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવા પછી શિવસેના બે જૂથોમાં વિભાજિત થઈ, ત્યારબાદ તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા. હાલમાં મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધનમાં ભાજપ, એનસીપી અને શિંદેના નેતૃત્વવાળી શિવસેના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
