Lok Sabha Election : પંજાબમાં બીજેપી ફરીથી અકાલી દળ સાથે ગઠબંધન કરી શકે, જાણો ક્યાં સુધી પહોંચી વાત?
લોકસભા ચૂંટણી માટે પંજાબમાં બીજેપી માટે કપરા ચઢાણ છે. અહેવાલ છે કે અહીં બીજેપી ફરીથી અકાલી દળનો હાથ પકડી શકે છે.
પંજાબમાં પહેલા જ આમ આદમી પાર્ટીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે તમામ 13 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. હવે ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધનની ચર્ચા શરૂ થઈ છે.

પંજાબની તમામ 13 લોકસભા સીટો પર 1 જૂને મતદાન થશે. ઈન્ડિયા ટુડે અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રવક્તા એસએસ ચન્નીએ કહ્યું કે પંજાબમાં બંને પાર્ટીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
અકાલી દળ 22 માર્ચે કોર કમિટીની બેઠક યોજશે. તેના નિર્ણય બાદ ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે બેઠક થશે. આ પછી ગઠબંધન અંગે અંતિમ નિર્ણય લેવાશે.
શિરોમણી અકાલી દળની કોર કમિટીની બેઠક ચંદીગઢમાં યોજાશે. અકાલી દળના વરિષ્ઠ નેતા અને પાર્ટીના મહાસચિવ ડૉ. દલજીત સિંહ ચીમાએ પણ પુષ્ટિ કરી કે બેઠક દરમિયાન ચૂંટણી ગઠબંધન સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ગઠબંધનની શક્યતા અંગે સંકેત આપતા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે જ્યારે પણ કોર કમિટીની બેઠક થાય છે ત્યારે તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. રણનીતિની સાથે દેશ અને પંજાબની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
