Lok Sabha Election 2024: રાયબરેલી અને વાયનાડમાં રાહુલ ગાંધી જીતશે? જાણો શું કહે છે Exit Poll
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે તમામ લોકો પરિણામની રાહ જોઈ રહ્યા છે. ચૂંટણી પંચ 4 જૂને પરિણામ જાહેર કરશે. આવી સ્થિતિમાં પરિણામો પહેલા બહાર આવેલા એક્ઝિટ પોલના આંકડાઓને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. લગભગ દરેક એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર ત્રીજી વખત બની રહી છે.
આ ચૂંટણીમાં ઘણા મોટા ચહેરાઓ એવા છે, જેમના પરિણામો જાણવા દરેક લોકો ઉત્સુક છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બે સીટ પરથી ચૂંટણી લડ્યા છે. તેઓ કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબેલી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી બંને બેઠકો પર જીતશે કે, કેમ તે જાણવા માટે બધાને ઉત્સુકતા છે.
રાહુલ ગાંધી વાયનાડ સીટ પર CPIની એની રાજા પાસેથી ચૂંટણી લડી રહ્યા છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર રાહુલ ગાંધી અહીં ચૂંટણી જીતી શકે છે. આ સીટ પર સીપીઆઈના એની રાજા અને બીજેપીના કે સુરેન્દ્રન ચૂંટણી હારી શકે છે.
છેલ્લી ચૂંટણીની વાત કરીએ, તો 2019માં રાહુલ ગાંધી વાયનાડથી જીત્યા હતા. તેમણે સીપીઆઈના પીપી સુનિરને 4.31 લાખ મતોથી હરાવ્યા હતા.

ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ પરની ચૂંટણીની વાત કરીએ, તો અહીં રાહુલ ગાંધીનો મુકાબલો ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સાથે છે, જે વર્તમાન ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે. 20 મેના રોજ મતદાન થયું હતું, અને મતદાનના દિવસે રાહુલ ગાંધી પોતે મતદાન મથકનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી રાયબરેલીમાં ચૂંટણી જીતતા હોય તેવું લાગી રહ્યું છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર રાહુલ ગાંધી આ સીટ જીતી શકે છે. રાયબરેલીને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. અહીં 2014માં પાર્ટી મોદી લહેરને હરાવવામાં સફળ રહી હતી.
રાયબરેલીમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 72 વર્ષોમાંથી 66 વર્ષથી સાંસદ છે. ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ, સોનિયા ગાંધી અહીં સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા પહોંચ્યા છે, અને તેમની જગ્યાએ રાહુલે ચૂંટણી લડી છે.












Click it and Unblock the Notifications
