Lok Sabha Election 2024 : મોદી બ્રાન્ડ માટે સૌથી મોટો પડકાર કોણ? જાણો શું કહ્યું પ્રશાંત કિશોરે?
લોકસભા ચૂંટણીમાં બીજેપી અને નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા હોવાના સંકેતો વચ્ચે ઓઆ વાતને ચૂંટણી રણનીતિકાર પ્રશાંક કિશોરે પણ દોહરાવી છે.
પ્રશાંત કિશોરે સરકાર વિરુદ્ધના વિરોધને મજબૂત ગણાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, એવું નથી કે મોદી બ્રાન્ડને હરાવી ન શકાય. એવું નથી કે તેને કોઈ પડકારી ન શકે.

તેમણે કહ્યું કે, કોઈપણ રાજકીય પક્ષ તેમને પડકારે કે ન પડકારે, લોકો તેને પડકારે છે. કિશોરે કહ્યું કે વિરોધી પક્ષો ભલે નબળા હોય, પરંતુ સરકાર સામેનો વિરોધ નબળો નથી.
પ્રશાંત કિશોરે કહ્યું કે, આ એવો દેશ છે જ્યાં 60 કરોડથી વધુ લોકો દરરોજ 100 રૂપિયાથી વધુ કમાતા નથી. તે દેશમાં સરકાર સામેનો વિપક્ષ ક્યારેય નબળો ન બની શકે. આવું વિચારવું ખોટું છે.
તેમણે કહ્યું કે, વિરોધ પક્ષો અને વિરોધ પક્ષોની રચના ભલે નબળી પડી જાય, પરંતુ દેશમાં જે વિરોધ થઈ રહ્યો છે તે ક્યારેય નબળો ન પડી શકે.
સરકાર સામેના વિરોધ મુદ્દે વાત કરતા પ્રશાંત કિશોરે આંકડા શેર કર્યા અને કહ્યું કે, કોઈને 50 ટકા વોટ નથી મળતા. સરળ ભાષામાં કહીએ તો 100માંથી 40 લોકો પીએમને વોટ આપે છે. તે 40 લોકો તેમના કામ, હિંદુત્વ, રામ મંદિર, કલમ 370નું સમર્થન કરે છે. એકંદરે માત્ર 40 લોકો જ ખુશ છે, 60 થી 62 લોકો ખુશ નથી.
પ્રશાંત કિશોરે કહ્યું કે, બીજેપી સમક્ષ ગ્રામીણ સંકટ એક મોટો મુદ્દો છે. આ પછી પણ જો બીજેપી જીતી રહ્યું છે તો વિરોધ પક્ષો એટલા મજબૂત અને ભરોસાપાત્ર નથી.
પ્રશાંત કિશોરે 2024ની લોકસભા ચૂંટણીની સરખામણી 2014ની ચૂંટણી સાથે કરી. તેમણે કહ્યું કે, 2014 અને 2019ની સરખામણીમાં બ્રાન્ડ મોદીની તાકાત ઘટી રહી છે. 2024માં મતદારોમાં ઉત્સાહ હતો. 2019માં લોકોને લાગ્યું કે સરકારને વિકાસ માટે વધુ પાંચ વર્ષ મળવા જોઈએ. એક મોટો વર્ગ માનતો હતો કે મોદી સરકાર આવવાથી દેશ બદલાશે.
2024માં લોકોને લાગે છે કે કોઈ વિકલ્પ નથી, તેમને મતદાન કરવું પડશે. કિશોરે કહ્યું કે 2014 અને 2019 વચ્ચે ભાજપનું પ્રદર્શન 3 ટકા ઘટ્યુ હતું. ખાસ વાત એ પણ છે કે તેમને રામ મંદિરને લઈને વધારે વોટ નથી મળી રહ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
