Lok Sabha Election 2024 : 2029 માં બીજેપીના પીએમ પદના દાવેદાર કોણ? જાણો શું કહ્યું અમિત શાહે?
હાલમાં જ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીની જગ્યાએ અમિત શાહ વડાપ્રધાન બનશે. આ ચર્ચા બાદ હવે અમિત શાહે મૌન તોડ્યુ છે અને 2029 ને લઈને ખુલાસો કર્યો છે.
2024ની લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે બીજેપી નેતા અમિત શાહે આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની વ્યૂહરચનાનું અનાવરણ કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોના ચહેરા પર ચૂંટણી લડશે.

એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં અમિત શાહે બીજેપીની રણનીતિનો ખુલાસો કર્યો અને કહ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે 2029નો કાર્યકાળ પૂરો કરશે અને 2029 પછી પણ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે.
તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ આગામી ચૂંટણી પણ પીએમ મોદીના નેતૃત્વમાં લડશે.
ભાજપે વર્તમાન લોકસભા ચૂંટણી એટલે કે 2029ની સામાન્ય ચૂંટણીમાં 370થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વખતે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડી રહી છે અને નરેન્દ્ર મોદી પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા એલાયન્સ હેઠળ ચૂંટણી લડી રહી છે રે તેમણે વડાપ્રધાન પદના દાવેદારના નામની જાહેરાત કરી નથી.
18મી લોકસભા માટે સાત તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 4 તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે 20 મેના રોજ પાંચમા તબક્કા, છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ અને સાતમા તબક્કા હેઠળ 1 જૂનના રોજ મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.












Click it and Unblock the Notifications
