lok sabha election 2024 : મારા નિવેદનને તોડી - મરોડીને રજૂ કરી રહ્યા છે ભાજપીઓ : ઉદયનિધી સ્ટાલિન
Udhayanidhi Sanatana Remarks, lok sabha election 2024 : આ સનાતન ધર્મ ભારતીય રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેનું કારણ છે, તામિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનનું એક નિવેદન છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સનાતન ધર્મની તુલના ડેન્ગુ-મેલેરિયા અને કોરોના સાથે કરી હતી.
ઉધયનિધિ સ્ટાલિને તો ત્યાં સુધી જણાવ્યું હતું કે, સનાતન ધર્મ એવો છે કે, તેનો વિરોધ ન કરવો જોઈએ પણ તેને મૂળમાંથી નાબૂદ કરી દેવો જોઈએ. ઉધયનિધિ સ્ટાલિન શનિવારના રોજ એક કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદથી વિવાદમાં છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તેમના પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. હવે તેમના નિવેદનને લઈને સર્જાયેલા હોબાળા વચ્ચે ઉધયનિધિ સ્ટાલિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને તેમના સનાતન નિવેદન પર સ્પષ્ટતા આપી છે.
ગત શનિવારના રોજ ઉધયનિધિ સ્ટાલિને સનાતન નિર્મૂલન સંમેલનમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. અહીં બોલતા ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને સંપૂર્ણ નાબૂદ કરવાની વાત કરી હતી, જે બાદ હિન્દુ સંગઠનોએ તેમની સામે મોરચો ખોલ્યો છે.
આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની (ઉદયનિધિ સ્ટાલિન) વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. હવે તેમની સામે લોકોના ગુસ્સાને જોઈને ઉધયનિધિ સ્ટાલિને આગળ આવીને પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે.
મીડિયા સાથે મુલાકાત દરમિયાન ઉધયનિધિ સ્ટાલિને જણાવ્યું હતું કે, કેટલાક લોકો મારા નિવેદન અંગે બાલિશ વાતો કરી રહ્યા છે. મેં ક્યારેય નરસંહાર માટે પૂછ્યું નથી. તો જ્યારે વડાપ્રધાન મોદી કહે છે કે, કોંગ્રેસ મુક્ત ભારત, તો શું તેમનો મતલબ કોંગ્રેસીઓને મારવાનો છે?
આ પહેલા રવિવારના રોજ પણ ઉધયનિધિ સ્ટાલિનનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, તેમણે કંઈ ખોટું નથી કહ્યું. તે પોતાના નિવેદન પર અડગ છે. લોકો તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે. જો તેને પોતાના નિવેદન માટે કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડશે તો તે તેના માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી ઉધયનિધિનું આ નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમના પર પ્રહારો કરી રહી છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ઉધયનિધિના નિવેદન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ઉધયનિધિ સ્ટાલિને માત્ર હિંદુ ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા સાથે જોડ્યો નથી, પરંતુ તે તેને ખતમ કરવાનું કહી રહ્યા છે. આ રીતે તેઓ સનાતન ધર્મમાં માનતા ભારતની 80 ટકા વસ્તીના નરસંહારની હાકલ કરી રહ્યા છે.
I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality.
— Udhay (@Udhaystalin) September 2, 2023
I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
