Lok Sabha Election 2024: શરદ પવારે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, આ બેઠક પરથી લડશે સુપ્રિયા સૂલે

Lok Sabha Election 2024: મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણી બાદ હવે શરદ પવારની પાર્ટી એનસીપી એસપીસી દ્વારા તેના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં સ્પષ્ટ છે કે, સુપ્રિયા સુલે બારામતી સીટ પરથી જ ચૂંટણી લડશે.

એક દિવસ અગાઉ 9 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં પણ સીટ વહેંચણીની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. કુલ 48 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં શિવસેનાનો ઉદ્ધવ જૂથ 21 બેઠકો પર, શરદ પવારની NCP-SCP 10 બેઠકો પર અને કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

શરદ પવારે આ યાદીમાં બે નામની જાહેરાત કરી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ શશિકાંત શિંદેને સતારા સીટથી અને શ્રીરામ પાટીલને રાવર સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.

આ યાદીમાં કુલ 9 નામ છે, જેમાં સુપ્રિયા સુલેનું નામ પણ સામેલ છે. તે બારામતી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહી છે.

Lok Sabha Election 2024

અમર કાલેને વર્ધાથી, ભાસ્કર ભગરેને ડિંડોરીથી, અમોલ કાલ્હે કાલ્હેને શિરુર લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એ જ રીતે નિલેશ લંકેને અહેમદનગરથી, બજરંગ સોનવર્ણાને બીડથી, સુરેશ ઉર્ફે બાલ્યા મામા મ્હાત્રેને ભિવંડીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X