Lok Sabha Election 2024 : નરેન્દ્ર મોદીના મંગળસુત્ર વિશેના નિવેદનને પ્રિયંકા ગાંધીએ બકવાસ ગણાવ્યુ
લોકસભા ચૂંટણીમાં બીજેપી અને નરેન્દ્ર મોદીનો સાચો રંગ ધીરે ધીરે લોકો સામે આવી રહ્યો છે. બીજેપી તેની છાપ પ્રમાણે મત માટે હદથી નીચે ઉતરી રહી છે. નરેન્દ્ર મોદીએ આ બેશર્મીની આગેવાની લીધી છે.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોને મુસ્લિમ લીગ સાથે જોડીને મંગળસુત્રને લઈને વાણી વિલાસ કર્યો છે. હવે પ્રિયંકા ગાંધીએ આ સવાલોનો સણસણતો જવાબ આપ્યો છે.

નરેન્દ્ર મોદી નિવેદન પર કોંગ્રેસ નેતા આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, લગ્નમાં હંમેશા વાહિયાત વાતો કરનારા અંકલ હોય છે.
પ્રિયંકા ગાંધી ગુજરાતની વલસાડ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં ચૂંટણી રેલી માટે પહોંચી હતી. અહીં તેમણે કહ્યું કે જો ઘરમાં લગ્ન હોય તો દરેક જગ્યાએ અંકલ હોય છે, જે દરબાર કરીને બધાને જ્ઞાન આપતા રહે છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોઈ દિવસ અંકલજી કહેવા લાગશે કે સાવધાન રહો... કોંગ્રેસની સરકાર આવશે તો તમારા ઘરેણાં અને મંગળસૂત્ર ચોરીને બીજાને આપી દેશે. તો તમે આ બધું સાંભળીને હસ્યા પછી શું કર્યું હશે? આજે દેશના વડાપ્રધાન તેમના પદની ગંભીરતાના આધારે તમારી સાથે આવી વાહિયાત વાતો કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હોદ્દાની લાજ શરમ છોડીને ખુલ્લેઆમ બંધારણ વિરોધી ગતિવીધીઓ અને નિવેદન આપી રહ્યાં છે. જાણકારોનું માનીએ તો પહેલા ચરણમાં મતદાનની ટકાવારી જોતા બીજેપીને હારનો ભય સતાવી રહ્યો છે.
પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો કે તે હવે લોકોને ચેતવણી આપી રહી છે કે કોંગ્રેસ તેમના ઘરોમાં એક્સ-રે મશીન લઈને તલાશી લેશે પછી તમારા ઘરેણાં અને તિજોરીમાં રાખેલા મંગલસૂત્ર છીનવી લેશે અને બીજાને આપી દેશે.












Click it and Unblock the Notifications
