લોકસભા ચૂંટણી 2024 - સ્થળાંતરિત મતદારો કરી શકશે મતદાન, ચૂંટણીપંચે ઉભી કરી વિશેષ સુવિધા
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024 માં કોઈપણ મતદાર મતદાનથી વંચિત રહી જાય નહીં તે સુનિશ્ચિત કરવાના હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના સ્થળાંતરિત મતદારોને ટપાલ મતપત્ર અથવા દિલ્હી, ઉધમપુર અને જમ્મુ ખાતે સ્થાપિત વિશિષ્ટ મતદાન મથક ખાતે રૂબરૂ મતદાન કરી શકશે.
આ મતદારોમાં માત્ર એવા મતદારોનો સમાવેશ થશે કે, જે ભારતમાં અન્ય કોઈપણ જગ્યાએ વસવાટ કરતા હોય અને તેમને જમ્મુ-કશ્મીરના રિલીફ અને રિહેબિલિટેશન કમિશનર દ્વારા સ્થળાંતરિત હોવા બાબતે પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવ્યું હોય.

આ માટે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના લાયકાત ધરાવતા સ્થળાંતરિત મતદારો કે જે બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ અને રજૌરી લોકસભા મતવિસ્તારના મતદારોએ અને ECI અથવા VSP વેબસાઈટ ઉપરથી ફોર્મ-M અથવા 12- C ડાઉનલોડ કરી તે ફોર્મમાં જરૂરી વિગતો ભરી હાલના રહેઠાણના પુરાવા તથા માઈગ્રન્ટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા રીલીફ અને રિહેબિલિટેશન કમિશનર, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા જારી કરવામાં આવ્યા હોય એવા અન્ય દસ્તાવેજો સાથે તેમના નજીકના મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં રજૂ કરવાના રહેશે.
અરજદારની અરજીના આધારે સંબંધિત મતદાર નોંધણી અધિકારી ERO net ઉપર તેમનું રજિસ્ટ્રેશન કરશે. અરજદારે ફોર્મ-M રજૂ કર્યું હશે તો તે દિલ્હી, ઉધમપુર અને જમ્મુ ખાતે સ્થાપિત કરવામાં આવેલા વિશિષ્ટ મતદાન મથક પર જઈ મતદાન કરી શકશે. જો અરજદારે ફોર્મ- 12-C માં અરજી કરી હશે તો તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા મળી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
