Lok Sabha Election 2024: માયાવતી નાગપૂરથી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત, 14 એપ્રિલે કરશે પહેલી રેલી
Lok Sabha Election 2024: 18મી લોકસભા ચૂંટણી મેદાનમાં એકલા હાથે ચૂંટણી લડવા માટે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી મેદાનમાં ઉતરશે.
બસપા સુપ્રિમો માયાવતી ગુરૂવારના રોજ એટલે કે 11 એપ્રિલથી દેશવ્યાપી ચૂંટણી રેલીઓની શરૂઆત નાગપૂરથી કરી રહ્યા છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં 40 ચૂંટણી રેલીઓ કરશે. પહેલી રેલી 14 એપ્રિલના રોજ સહારનપૂર અને મુઝ્ઝફરનગરમાં કરશે.
માયાવતીના રાજકીય અનુગામી અને બીએસપીના રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ 6 એપ્રિલથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આકાશની ગુરુવારના રોજ મથુરા અને આગ્રામાં જાહેર સભા છે. તેઓ 12 એપ્રિલના રોજ ચેન્નાઈમાં ચૂંટણી રેલી કરશે.
નાગપુરમાં આજે માયાવતીની રેલી - સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માયાવતી ગુરુવારથી પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં રેલીઓ કરવા માટે રવાના થઈ રહ્યા છે. તેમની 11 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના નાગપુરના ઈન્દોરા વિસ્તારમાં બેજોનબાગ મેદાનમાં ચૂંટણી જાહેર સભા છે.
14 એપ્રિલે ચૂંટણી જાહેર સભાઓ યોજાશે - 12 એપ્રિલના રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં તેમની જાહેર સભા છે. માયાવતી 14 એપ્રિલથી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીઓ કરશે. પ્રથમ દિવસે સહારનપુર અને મુઝફ્ફરનગરમાં રેલીઓ થશે.
આવી જ રીતે, 15મીએ રામપુર અને મુરાદાબાદમાં પ્રથમ તબક્કાની બેઠકો અને 16 એપ્રિલે બિજનૌર અને નગીનામાં બેઠકો કર્યા પછી, અન્ય રાજ્યોમાં માયાવતીની રેલીઓનો પ્રસ્તાવ છે.
બીજા તબક્કાની બેઠકો માટે માયાવતીએ 21 એપ્રિલે અમરોહા અને ગાઝિયાબાદમાં અને 23 એપ્રિલના રોજ મેરઠમાં રેલીનો પ્રસ્તાવ મૂક્યો છે.

માયાવતી સાથે મહત્વની ભૂમિકામાં છે ભત્રીજો આકાશ - ઉલ્લેખનીય છે કે, BSP આ વખતે સમગ્ર દેશમાં કોઈપણ મોટી પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથે ચૂંટણી લડી રહી છે. માયાવતીની સાથે તેમનો યુવાન ભત્રીજો આકાશ પણ ચૂંટણી પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
13મીએ હાથરસમાં અને 17મી એપ્રિલે સહારનપુર અને કૈરાનામાં આકાશની ચૂંટણી જાહેર સભાઓ પ્રસ્તાવિત છે. આ દરમિયાન, આકાશ અન્ય રાજ્યોમાં પણ જાહેર સભાઓ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
