Lok Sabha Election 2024 : INDIA બ્લોક જીતશે તો કોણ હશે પીએમ ઉમેદવાર? મલ્લિકાર્જુન ખડગેએ કરી દીધો ખુલાસો
લોકસભા ચૂંટણી જાહેર થઈ ત્યારથી ઈન્ડિયા એલાયન્સના પીએમ પદના ઉમેદવાર કોણ હશે તે સવાલ સતત ઉઠી રહ્યા છે. હવે કોંગ્રેસ અધ્યક્ષે આ બાબતે ખુલાસો કર્યો છે.
ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી ગઠબંધનની જીતના કિસ્સામાં વડાપ્રધાન કોણ હશે તે પ્રશ્ન પર અસ્પષ્ટ પરંતુ નક્કર સંકેત આપ્યા છે. જો ઈન્ડિયા બ્લોકની સરકાર બને તો તેણે રાહુલ ગાંધીની ઉમેદવારીનું સમર્થન કર્યું છે.

કોંગ્રેસ ચીફનું આ નિવેદન પાર્ટીના મહાસચિવ જયરામ રમેશના નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે વિપક્ષી ગઠબંધન જીતવાની સ્થિતિમાં કોંગ્રેસના નેતાને વડાપ્રધાન બનાવવાની વાત કરી હતી.
એનડીટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં ખડગેએ કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે જો ઈન્ડિયા એલાયન્સ જીતે તો રાહુલ ગાંધી વડાપ્રધાન બને. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે રાહુલની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ વખતે ચૂંટણી લડવી જોઈતી હતી.
રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા અંગે ખડગેએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, વડાપ્રધાન માટે રાહુલ ગાંધી મારી પસંદગી છે. તે મારી પસંદગી છે અને તેઓ યુવાનો અને દેશના દરેક ખૂણાનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ ખડગે ઈન્ડિયા બ્લોકને લઈને આવા સવાલોના જવાબ આપવાનું ટાળતા હતા.
ખડગેએ ગયા મહિને કહ્યું હતું કે, ગઠબંધને સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે. જીત્યા બાદ ગઠબંધન સંયુક્ત રીતે નક્કી કરશે કે વડાપ્રધાન કોણ બનશે. ગયા અઠવાડિયે તેમણે કહ્યું હતું કે ગઠબંધન નેતાઓ ચૂંટણી પછી નક્કી કરશે કે તેમનો નેતા કોણ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
