ડેટા છુપાવવાથી ચૂંટણીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થાય છે - યોગેન્દ્ર યાદવ
Lok sabha Election 2024: હાલ લોકસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. કુલ 7 તબક્કામાં યોજાઇ રહેલી લોકસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થઇ ચૂક્યું છે.
હવે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ યોજાશે. આ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા આંકડા જાહેર કરવામાં લાંબો સમય લે છે, જેના પર રાજકીય એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવે સવાલ ઉઠાવ્યા છે.
રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંત્રીસ વર્ષમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે મેં જોયું છે કે, ચૂંટણી પંચ મતદાનના સચોટ આંકડા જાહેર કરવામાં દસ દિવસથી વધુ સમય લે છે, અને તે પછી પણ તે ચોક્કસ આંકડા જાહેર કરી રહ્યું નથી.

યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ રીતે ડેટા છુપાવવાથી ચૂંટણીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઇ રહ્યા છે!
યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, દેશમાં ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવા માટે, ચૂંટણી પંચે ઓછામાં ઓછા 24 કલાકની અંદર બાકીના તબક્કાના ચોક્કસ આંકડા જાહેર કરવા જોઈએ.
पिछले पैंतीस साल में ऐसा मैंने पहली बार देखा है कि चुनाव आयोग मतदान के सटीक आँकड़े ज़ाहिर करने में दस दिन से ज़्यादा लगा रही है व उसके बाद भी सटीक आँकड़े ज़ाहिर नहीं कर रही है।
— Yogendra Yadav (@_YogendraYadav) May 1, 2024
इस तरह आँकड़े छुपाना चुनावों की विश्वसनीयता पर प्रश्न खड़े करता है!
देश में चुनावी प्रक्रिया की… pic.twitter.com/hYVnIZOpS4












Click it and Unblock the Notifications
