Lok Sabha Election 2024: INDIAના ખર્ચથી NDAને લાભ, તેજસ્વી યાદવ સાથે થઇ ગયો દાવ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી દરમિયાન બિહારના રાજકારણમાં અલગ-અલગ રંગ જોવા મળી રહ્યા છે. દરરોજ કંઈક નવું બહાર આવે છે. હવે રાજ્યના બે પક્ષો વચ્ચે એક અનોખા મુદ્દે વિવાદ શરૂ થયો છે. આ વિવાદ હેલિપેડના ઉપયોગને લઈને શરૂ થયો છે.
આ વિવાદ લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને ચિરાગ પાસવાનની લોક જન શક્તિ પાર્ટી (LJP રામવિલાસ) વચ્ચે છે.
સમગ્ર ઘટના એવી છે કે, RJDએ તેજસ્વીની મીટિંગ માટે હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે હેલિપેડ બનાવ્યું હતું, પરંતુ પરવાનગી લીધા વિના ચિરાગ પાસવાને પોતાનું હેલિકોપ્ટર તે હેલિપેડ પર લેન્ડ કર્યું હતું. આને લઈને આરજેડી ગુસ્સે થઈ ગઈ અને ફરિયાદ લઈને ચૂંટણી પંચમાં ગઈ હતી.
હકીકતમાં, 29 એપ્રિલના રોજ હાજીપુર લોકસભા ક્ષેત્રના શુભાઈ ગામમાં આરજેડી નેતા તેજસ્વી યાદવની જાહેર સભા માટે હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. એ જ દિવસે તેજસ્વી યાદવનું હેલિકોપ્ટર ત્યાં ઉતર્યું અને તેમણે એક સભાને સંબોધી હતી. બીજા દિવસે એટલે કે મંગળવાર, 30 એપ્રિલે, LJP નેતા અને હાજીપુરના ઉમેદવાર ચિરાગ પાસવાનનું હેલિકોપ્ટર પણ RJDની પરવાનગી વિના એ જ હેલિપેડ પર ઉતર્યું હતું.

પરવાનગી વિના હેલિપેડના ઉપયોગને લઈને RJD રોષે ભરાઇ છે. મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. આરજેડીએ ચિરાગ પાસવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ચિરાગ પાસવાનની આ બેદરકારીથી આરજેડી નારાજ છે. આ મામલે આરજેડી જિલ્લા અધ્યક્ષ વૈજનાથ ચંદ્રવંશીએ જિલ્લા ચૂંટણી અધિકારી કમ ડીએમને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે.
ડીએમને લખેલા તેમના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 29 એપ્રિલના રોજ, હાજીપુરના શુભાઈ માજીરાબાદમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવની બેઠક હતી. આ સંબંધમાં આરજેડીએ શાળામાં હેલિકોપ્ટર લેન્ડિંગ માટે પોતાના ખર્ચે હેલિપેડનું નિર્માણ કર્યું હતું.
આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે, મંગળવાર, 30 એપ્રિલના રોજ, આ હેલિપેડનો ઉપયોગ એલજેપી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાજીપુરથી એનડીએના ઉમેદવાર ચિરાગ પાસવાન દ્વારા આરજેડીની સંમતિ વિના કરવામાં આવ્યો હતો.
આરજેડી જિલ્લા પ્રમુખે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, આ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. મોડલ આચાર સંહિતાના ઉલ્લંઘનની સાથે, ગૌણ કર્મચારીઓની જાણ વગર અને શારીરિક તપાસ કર્યા વિના સંમતિ આપવામાં આવી હતી. પાર્ટીને આરજેડી દ્વારા બનાવવામાં આવેલા હેલિપેડના દુરુપયોગ સામે વાંધો છે. આરજેડી જિલ્લા અધ્યક્ષ ચંદ્રવંશીએ ડીએમને આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
