Lok Sabha Election 2024 : પહેલા તબક્કાનું મતદાન પુર્ણ, બંગાળમાં સૌથી અને બિહારમાં સૌથી ઓછુ મતદાન
લોકસભા ચૂંટણી માટેના પહેલા તબક્કાનું મતદાન પુર્ણ થઈ ગયુ છે. પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ અને બિહારમાં સૌથી ઓછુ મતદાન થયુ છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું છે.

સીટોની દ્રષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી 1,491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. આ બેઠકોમાંથી 9 એવી બેઠકો છે જેમાં કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે.
અહેવાલો અનુસાર, સાંજે 6 વાગ્યા સુધી 59.71 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 77.57 ટકા મતદાન થયું હતું. બિહારમાં સૌથી ઓછું 46.32 ટકા મતદાન થયું હતું. આ આંકડો 2019ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરતાં ઓછો છે, જ્યારે 69.43 ટકા મતદાન નોંધાયું હતું.
કયા રાજ્યમાં કેટલુ મતદાન?
ત્રિપુરા 76.10%
પશ્ચિમ બંગાળ 77.57%
મેઘાલય 69.25%
તમિલનાડુ 62.2%
યુપી 53.56%
ઉત્તરાખંડ 57.54%
જમ્મુ અને કાશ્મીર 65.08%
છત્તીસગઢ 63.41%
આસામ 70.77%
પુંડુચેરી 72.84%
મિઝોરમ 52.73%
સિક્કિમ 68.06%
મણિપુર 67.66%
આંદામાન નિકોબાર 56.87%
લક્ષદ્વીપ 59.02%
મહારાષ્ટ્ર 54.85%
કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમ, તેમના પુત્ર અને શિવગંગાઈના ઉમેદવાર કાર્તિ ચિદમ્બરમ, પ્રખ્યાત અભિનેતા રજનીકાંત, RSS વડા મોહન ભાગવત અને તમિલનાડુના મુખ્ય પ્રધાન અને DMK સુપ્રીમો એમકે સ્ટાલિન સહિત ઘણા અગ્રણી નેતાઓ અને હસ્તીઓએ પ્રથમ તબક્કામાં મતદાન કર્યું છે.
વોટિંગ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં ગોળીબાર, બંગાળના કૂચબિહારમાં હિંસા અને છત્તીસગઢના બીજાપુરમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો. વિસ્ફોટમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને એક સૈનિક ઘાયલ થયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
