Lok Sabha Election 2024 : કાલે બીજેપી ઓફિસ આવી રહ્યો છું, કેજરીવાલનો નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર
નરેન્દ્ર મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓ અને સરકારી સંસ્થાઓના ખોટા ઉપયોગને લઈને કેજરીવાલ સતત પટકારી રહ્યાં છે. હવે તેમને નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
લોકસભા ચૂંટણી વચ્ચે શનિવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું.

કેજરીવાલે કહ્યું કે, તમે જોઈ શકો છો કે તેઓ (વડાપ્રધાન) કેવી રીતે આમ આદમી પાર્ટીની પાછળ પડ્યા છે. કેવી રીતે એક પછી એક આપના નેતાઓને જેલમાં નાખવામાં આવી રહ્યા છે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે, આ લોકોએ સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ, મને અને મનીષ સિસોદિયાને જેલમાં ધકેલી દીધા. આજે મારા પીએને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા. હવે આ લોકો રાઘવ ચઢ્ઢાને પણ જેલમાં ધકેલી દેવાની યોજના બનાવી રહ્યા છે. થોડા દિવસો પછી સૌરભ ભારદ્વાજ અને આતિષી પણ માર્લેનાને જેલમાં ધકેલી દેશે.
પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે પ્રશ્નાર્થ સ્વરમાં કહ્યું કે, હું વિચારી રહ્યો છું કે આપણે બધાને લોકો જેલમાં કેમ નાખવા માંગે છે? આપણો શું વાંક? જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે અમારો એક જ દોષ છે કે અમે સારું શિક્ષણ, મોહલ્લા ક્લિનિક, મફત દવાઓ, સારી સારવાર, દિલ્હીમાં 24 કલાક વીજળી પૂરી પાડી અને દિલ્હીના ગરીબ લોકોના બાળકો માટે મફત વીજળીની વ્યવસ્થા કરી.
કેજરીવાલે હાથ જોડીને પીએમ મોદીને પડકાર ફેંક્યો અને કહ્યું કે હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે તમે આ જેલની રમત રમી રહ્યા છો. આવતીકાલે હું મારા તમામ મોટા નેતાઓ સાથે બપોરે 12 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર આવી રહ્યો છું. તમે જેને ઈચ્છો તેને જેલમાં નાખી શકો છો.
કેજરીવાલે કહ્યું કે, તમે વિચારો છો કે તમે તમારા નેતાઓને જેલમાં નાખીને આપને કચડી નાખશો? તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીને આ રીતે કચડી નાખવામાં આવશે નહીં. કારણ કે આમ આદમી પાર્ટી એક વિચાર છે.












Click it and Unblock the Notifications
