ચિરાગ પાસવાને ઝડપી લીધી તક, એનડીએની બેઠક પહેલા માંગી 6 સીટ
Loksabha Election 2024: એક તરફ વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવીને મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલી રહી છે તો બીજી તરફ NDAએ પણ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ કરી લીધી છે. આ અંતર્ગત 18 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં NDAની બેઠક યોજાશે.
આ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમણે આ તકને ધ્યાનમાં રાખીને મોટી શરત મૂકી છે.

ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ ચિરાગ પાસવાનને જૂના મિત્ર રુપે આમંત્રણ મોકલ્યુ. આમ તો તેઓ આ બેઠકમાં હાજરી આપશે, પરંતુ તેમણે ભાજપની ચિંતા વધારી દીધી છે. તેમણે 6 લોકસભા અને 1 રાજ્યસભા બેઠક સહિત કુલ 7 બેઠકોની માંગણી કરી હતી.
રામવિલાસ પાસવાન 2019ની લોકસભા ચૂંટણીમાં હતા. તેઓ પીએમ મોદીના નજીકના લોકોમાંથી એક હતા. તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરતા એનડીએએ તેમને લોકસભાની 6 બેઠકો આપી હતી. તેમણે પણ ગઠબંધનનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો અને તમામ બેઠકો જીતી લીધી હતી. બદલામાં તેમને કેન્દ્રીય મંત્રી પદ મળ્યું હતુ.
રામવિલાસ પાસવાનનું 8 ઓક્ટોબર 2020ના રોજ લાંબી માંદગીને કારણે અવસાન થયું. થોડા દિવસો પછી લોક જનશક્તિ પાર્ટી તૂટી ગઈ. ચિરાગના કાકા પશુપતિ પારસે બળવો કર્યો અને તમામ સાંસદો સાથે દિલ્હી પહોંચી ગયા. સંખ્યાત્મક તાકાત જોઈને મોદી સરકારે તેમને કેબિનેટમાં સ્થાન આપ્યું.
કાકાના બળવાથી નારાજ ચિરાગે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) નામની પાર્ટી બનાવી. હવે ભાજપ ઈચ્છે છે કે તે પોતાના કાકાની જેમ NDAમાં રહે. ચિરાગ તેની તરફેણમાં છે. તેમનું માનવું છે કે જ્યારે તેમના પિતાએ 2019માં 6માંથી 6 બેઠકો જીતી હતી ત્યારે તેમને આ વખતે પણ 6 બેઠકો મળવી જોઈએ.
જો ચિરાગ એકલા હોત તો શક્ય હતું કે એનડીએ તેને 6 સીટો આપી દેત, પરંતુ આ વખતે તેના કાકા પણ મેદાનમાં છે. તેઓ સારી સંખ્યામાં સીટોની પણ માંગ કરશે. આવી સ્થિતિમાં ચિરાગને આ માંગ પર ઝટકો લાગી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
