Lok Sabha Election 2024: 2025 સુધીમાં ભાજપ ખતમ કરી દેશે અનામત, તેલંગાણા CMએ કર્યો દાવો
Lok Sabha Election 2024: મુસ્લિમ અનામતને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. આ વચ્ચે તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ ભાજપ પર નજીકના ભવિષ્યમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે આરક્ષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના બનાવવાનો આરોપ મૂક્યો છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ દાવો કર્યો હતો કે, ભાજપ તેના વૈચારિક ગુરુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શતાબ્દી વર્ષ 2025 સુધીમાં આરક્ષણનો અંત લાવશે. વર્ષ 2025 સુધીમાં, આરએસએસ 100 વર્ષ પૂર્ણ કરશે.
કોંગ્રેસ નેતાએ ગુરુવારે એક જાહેર સભામાં આરક્ષણ અંગે ટિપ્પણી કરી હતી કે, તેઓ 2025 સુધીમાં એસસી, એસટી, ઓબીસી અનામતને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી વખત આરએસએસ અને ભાજપના નેતાઓએ અનામત અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કોંગ્રેસ નેતા રેવન્ત રેડ્ડીએ ધ્યાન દોર્યું હતું કે, ભાજપે અગાઉ મંડલ કમિશનના અહેવાલનો અમલ અટકાવ્યો હતો, જેમાં પછાત વર્ગો (BC) માટે અનામતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

રેવંત રેડ્ડીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, અબકી બાર 400 પારનો ભાજપનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતવાનો હતો. જેથી કરીને SC, ST અને BC સમુદાયોના ક્વોટાને સમાપ્ત કરવા માટે સંસદમાં સંખ્યાઓ મેળવી શકાય.
તેમણે કહ્યું, "કેટલાક લોકો ભાજપને સમર્થન આપી રહ્યા છે, જે આરક્ષણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકસભા ચૂંટણી SC, ST, BC આરક્ષણ પર જનમત છે."
મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટિપ્પણીઓ બાદ રેવંત રેડ્ડીનું નિવેદન આવ્યું છે. રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ અનામત અંગે કોંગ્રેસ પાર્ટીના વલણની ટીકા કરી હતી. વડાપ્રધાન મોદીએ રેવન્ત રેડ્ડી પર પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી મુસ્લિમો માટે આરક્ષણ સુનિશ્ચિત કરશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા મુસ્લિમોને આ કેટેગરીમાં સમાવિષ્ટ કરવાનો ઉલ્લેખ કરીને OBC માટે અનામત ઘટાડવા સામે ચેતવણી આપી હતી. કોંગ્રેસ પર ધર્મના આધારે અનામતની નીતિઓનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ એસસી/એસટી/ઓબીસી પાસેથી અનામત છીનવીને પોતાની ખાસ વોટ બેંકને આપવા માંગે છે.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ કાર્યવાહી સમગ્ર દેશના OBC સમુદાય માટે ખતરાની ઘંટડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
