Lok sabha Election 2024: લખનઉ પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, કર્યા મોટા દાવા
Lok sabha Election 2024: ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પ્રસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના સમર્થનમાં લખનઉ પહોંચેલા અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મતદારોને INDI ગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી. આ સાથે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, કયા ચાર મુદ્દાઓ પર તેઓ વાત કરવા ઉત્તર પ્રદેશની પાટનગર લખનઉ આવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આજે હું ઉત્તર પ્રદેશના મતદારોને INDI ગઠબંધન માટે મત આપવા વિનંતી કરવા આવ્યો છું. હું ચાર મુદ્દાઓ પર વાત કરવા માંગુ છું.

દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, પહેલો મુદ્દો એ છે કે, આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદી પોતાના માટે નહીં, પરંતુ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. બીજો મુદ્દોઃ જો ભાજપ સત્તામાં આવશે, તો CM યોગી આદિત્યનાથને 2-3 મહિનામાં તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે.
ત્રીજું, ભાજપ બંધારણમાં ફેરફાર કરવા જઈ રહી છે અને SC, STની અનામત દૂર કરવામાં આવશે. ચોથું, INDI ગઠબંધન 4 જૂને સત્તામાં આવી રહ્યું છે.
આ સાથે પહેલા મુદ્દા પર વિગતવાર વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે રાજકારણમાં નિવૃત્તિની ઉંમર વધારીને 75 કરી દેવામાં આવી હતી. સુમિત્રા મહાજન, મુરલી મનોહર જોશી, લાલ કૃષ્ણ અડવાણી આના ઉદાહરણો છે.
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના અરવિંદ કેજરીવાલે ખુલાસો કર્યો કે, નરેન્દ્ર મોદી આવતા વર્ષે 75 વર્ષના થઈ જશે. યોગી શાહના માર્ગનો એક માત્ર કાંટો છે, અને તેમને પણ મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદી તેમના દ્વારા બનાવેલા નિયમો તોડશે નહીં. કારણ કે, લોકો તેમની તરફ આંગળી ચીંધશે. તેમણે કહ્યું કે, પીએમએ અડવાણી અને મુરલી મનોહર જોશીને હટાવવા માટે નિયમો બનાવ્યા હતા.
આ સાથે સીએમ કેજરીવાલે કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં 220થી વધુ સીટોનો વધારો થશે નહીં. રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ, દિલ્હી, પંજાબ અને બંગાળમાં ભાજપની બેઠકો ઘટી રહી છે.
#WATCH | Lucknow, UP: Delhi CM Arvind Kejriwal says "Today, in Lucknow I have come to request the voters of UP to vote for the INDIA alliance. I want to talk about four issues. First, in this election PM Modi is asking for votes for Amit Shah, to make him the PM. Second, If BJP… pic.twitter.com/OcGHu6LTCx
— ANI (@ANI) May 16, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
