માયાવતી સાથે ગઠબંધનમાં કોણ હશે પીએમ પદનું દાવેદાર?
અખિલેશ યાદવને જ્યારે પ્રધાનમંત્રી પદ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ, હું તો એટલુ મોટુ સપનુ નથી જોતો કે 2019 માં દેશનો પ્રધાનમંત્રી બનુ.
સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. બસપા સુપ્રિમો માયાવતી અને અખિલેશ યાદવ વચ્ચે 2019 ની લોકસભા ચૂંટણી માટે બની રહેલ મહાગઠબંધન અંગે સવાલો સતત ઉઠી રહ્યા હતા કે આ ગઠબંધનમાં નેતા કોણ હશે એટલે કે પ્રધાનમંત્રી પદ પર બંને નેતાઓમાંથી દાવેદારી કોની હશે. અખિલેશ યાદવે હવે પ્રધાનમંત્રી પદ અંગે ઉઠી રહેલા તમામ સવાલો પર પોતાના નિવેનથી વિરામ લગાવી દીધુ છે.

‘મારે તો ફરીથી યુપીના સીએમ બનવુ છે'
અખિલેશ યાદવને જ્યારે પ્રધાનમંત્રી પદ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ, "હું તો એટલુ મોટુ સપનુ નથી જોતો કે 2019 માં દેશનો પ્રધાનમંત્રી બનુ. મારે દેશના પ્રધાનમંત્રી નથી બનવુ. હા, હું એ જરૂર ઈચ્છુ છુ કે દેશના આગામી પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાંથી જ બને. અત્યાર સુધી મોટેભાગે દેશના પ્રધાનમંત્રી યુપીમાંથી જ બનતા આવ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે પ્રધાનમંત્રી ભલે કોઈ પણ હોય પરંતુ તે યુપીમાંથી જ બને અને દેશનો વિકાસ કરે. મારે તો ફરીથી એક વાર માત્ર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવુ છે અને રાજ્યના વિકાસના કાર્યોને આગળ વધારવા છે."

સીટો અંગે વાતચીત ચાલુ
યુપીમાં બનનાર મહાગઠબંધન અંગે અખિલેશ યાદવે કહ્યુ કે, "સમાજવાદી પક્ષ 2019 ની લોકસભા ચૂંટણી બસપા પ્રમુખ માયાવતી સાથે મળીને લડશે. સીટોની વહેંચણી અંગે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર સુનિશ્ચિત કરવા અને આ મહાગઠબંધનને કાયમ રાખવા જો સમાજવાદી પક્ષને 2-4 સીટોનું બલિદાન કરવુ પડ્યુ તો અમે તૈયાર છે. સીટો પર હાલમા હું આનાથી વધુ કંઈ નહિ કહુ."

માયાવતીને મળી શકે છે 40 સીટો
તમને જણાવી દઈએ કે યુપીની ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટ પર સપા-બસપાની જોડીએ જીત મેળવ્યા બાદ બંને વચ્ચે ગઠબંધનના સંકેત મળી ગયા હતા. ત્યારબાદ કૈરાના અને નૂરપુરમાં મહાગઠબંધનના ઉમેદવારને મળેલી જીત બાદ અખિલેશ યાદવે સ્પષ્ટ રીતે કહી દીધુ હતુ કે તે બસપા સાથે ગઠબંધનમાં ઓછી સીટો પર પણ તૈયાર છે. માનવામાં આવી રહ્યુ છે કે મહાગઠબંધન હેઠળ માયાવતીની બસપાને લોકસભાની 40 સીટો મળી શકે છે. જો કે સીટોની વહેંચણી અંગે બંને પક્ષો તરફથી હજુ સુધી અધિકૃત રીતે કંઈ કહેવામાં આવ્યુ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
