1 ઓક્ટોબરથી LICની પોલિસીઓ મોંધી બનશે
નવી દિલ્હી, 28 ઓક્ટોબર : દેશમાં વીમા નિયંત્રક દ્વારા 1 ઓક્ટોબરથી એલઆઇસીની 45 જેટલી પોલિસીઓ બંધ કરવામાં આવી રહી છે. કારણ કે 1 ઓક્ટોબરથી વીમા પોલીસીમાં સર્વિસ ટેકસની શરતોમાં ફેરફાર થઇ રહયો હોવાથી તમામ પોલીસી વીમાધારક માટે મોંઘી બની જવાની છે.
આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી વીમા પોલીસીના પ્રિમિયમ પર ગ્રાહક વતી એલઆઇસી જાતે જ સર્વિસ ટેકસ ભરી દેતી હતી. હવે 1 ઓકટોબરથી ખરીદવામાં આવનાર તમામ પોલિસી પર વીમાધારકે જાતે સર્વિસ ટેકસનો બોજ ઉઠાવવો પડશે આથી વીમા એજન્ટો તેમના નિયમિત કલાયન્ટસને જુની શરતે વીમા પોલીસી ખરીદી લેવા સમજાવી રહયા છે.

હવે 1 ઓક્ટોબરથી નોન યુનિટ લિંકડ પ્રોડકટ પર 3.09 ટકા સર્વિસ ટેકસનો ભાર પોલિસી ધારકોના માથે આવશે. 30 સપ્ટેમ્બરને હવે બે દિવસ બાકી છે ત્યારે એલઆઇસી એજન્ટો એડી ચોટીનું જોર લગાવીને જુની શરત પ્રમાણેની વધુને વધુ પોલીસી લોકો ખરીદે તેવા પ્રયાસ કરી રહયા છે. પહેલી ઓકટોબરથી એલઆઇસીની મોટાભાગની પ્રોડકટ નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે.
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે જીવન વિમા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓએ 1 ઓકટોબરથી વિમા પ્રિમિયમની ગણતરીમાં સર્વિસ ટેકસને સામેલ કરવાનો નથી તેને બદલે પોલીસી ધારકો પાસેથી અલગ સર્વિસ ટેકસ કલેકટ કરીને સરકારને જમા કરાવવાનો છે. મતલબ કે તમે વર્ષે 10 લાખનું વિમા પ્રિમિયમ ભરતા હો તો 3.09 ટકા સર્વિસ ટેકસ મુજબ તમારે 30,090 રૂપિયા વધારાના ચુકવવા પડશે.
એલઆઇસીના એક અધિકારીએ કહયું હતું કે 30 સપ્ટેમ્બર પહેલાં જેમની પોલિસી હશે તેમને એક રૂપિયો પણ સર્વિસ ટેકસ ભરવાનો રહેતો નથી. પણ 1 ઓકટોબર જે નવી પોલિસીની ખરીદી થશે તેની પર જ સર્વિસ ટેકસ લાગશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
