'દિલ્લીની યોગશાળા' કાર્યક્રમ પર આપ સરકાર અને LG વચ્ચે વિવાદ, ન મળી મંજૂરી
દિલ્લીની આપ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા છે.
દિલ્લીની આપ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા છે. આ વખતે 'દિલ્લી કી યોગશાલા' કાર્યક્રમને લઈને બંને વચ્ચે તકરાર છે. અહેવાલો મુજબ દિલ્લી સરકારના 'યોગશાળા' કાર્યક્રમને એલજી વિનય કુમાર સક્સેના દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. માટે આ કાર્યક્રમ મંગળવારથી બંધ થઈ જશે. જો કે, એલજી ઑફિસના સૂત્રોએ જણાવ્યુ હતુ કે કાર્યક્રમ ચાલુ રાખવા અંગે કોઈ ફાઇલ મળી નથી.

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યુ કે દિલ્લીના એલજી વીકે સક્સેનાએ કેજરીવાલ સરકારના 'દિલ્લી કી યોગશાલા' કાર્યક્રમને 31 ઓક્ટોબર પછી પણ ચાલુ રાખવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. એલજી સચિવાલયના સૂત્રોએ જણાવ્યુ હતુ કે યોગ કાર્યક્રમને 31 ઓક્ટોબરથી આગળ વધારવાની પરવાનગી માગતી કોઈ ફાઇલ હજુ સુધી LG ઑફિસને મળી નથી. તેથી એ કહેવુ ખોટુ છે કે LGએ કાર્યક્રમને લંબાવવાની મંજૂરી આપી નથી. જેના કારણે તેને બંધ રાખવામાં આવી રહ્યુ છે.
Sources in the LG Secretariat said that LG office has not yet received any file seeking permission for extension of the yoga program beyond October 31 so it is wrong to state that the LG has not approved the extension of the program due to which it is being discontinued. https://t.co/IVLncMtziX
— ANI (@ANI) October 31, 2022
આ પહેલા દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ હતુ કે યુનિવર્સિટીનુ બોર્ડ દિલ્લીના સામાન્ય લોકો માટે યોગશાળા ઈચ્છે છે, સરકારે બજેટ પણ આપી દીધુ છે પરંતુ તેમ છતાં અધિકારીઓને ડરાવીને 'દિલ્લી કી યોગશાલા' બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. .હાલમાં, દિલ્લીના ઉદ્યાનોમાં 590 યોગ વર્ગો આવતીકાલથી બંધ થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
