અંબાણી પરિવારના લગ્નના બહાને INDIA ગઠબંધનના નેતાઓનો મહારાષ્ટ્રમાં જમાવડો, રણનીતિ પર થઈ શકે છે ચર્ચા
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સત્તાધારી બીજેપી સાથે સાથે વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓને આમંત્રણ અપાયા હતા. આજે લગ્ન માટે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુંબઈ રવાના થતા પહેલા સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ત્યાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે તેમજ અખિલેશ યાદવને મળશે.

જો કે, તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધું નથી. સૂત્રો અનુસાર, અનંત-રાધિકાના લગ્નમાં ગાંધી પરિવારમાંથી કોઈ હાજરી આપશે નહીં. એટલે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીમાંથી કોઈ પણ આ લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ નહીં જાય.
આ દરમિયાન સમાજવાદી પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલુ યાદવ પણ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા માટે તેમના પરિવાર સાથે મુંબઈ પહોંચ્યા છે.
મહારાષ્ટ્રમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે અને TMC ચીફ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ શરદ પવારના ઘરે જશે અને રાજનીતિ પર પણ વાતચીત કરશે.
આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. યુપીમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડી જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની જોડીએ બીજેપીને બહુમતીનો આંકડો સુધી પહોંચતા રોકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
