'MSP પર કાયદાની સંભાવના નથી', PM મોદી સાથે મુલાકાત બાદ હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટરે કહ્યુ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે શુક્રવારે કહ્યુ કે પાક માટે લઘુત્તમ ટેકાના મૂલ્ય(એમએસપી)ની ગેરેન્ટી આપતો કાયદો બનાવવો સંભવ નથી.
નવી દિલ્લીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે શુક્રવાર(26 નવેમ્બર)ના રોજ કહ્યુ કે પાક માટે લઘુત્તમ ટેકાના મૂલ્ય(એમએસપી)ની ગેરેન્ટી આપતો કાયદો બનાવવો સંભવ નથી કારણકે આનાથી સરકાર પર દબાણ થશે. મનોહરલાલ ખટ્ટરે આ નિવેદન શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ આપ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદી સાથે થયેલી મુલાકાત બાદ સીએમ મનોહરલાલ ખટ્ટરે કહ્યુ કે એમએસપી પર કાયદો બનાવવાની સંભાવના નથી. રિપોર્ટ મુજબ પીએમ મોદી અને મનોહરલાલ ખટ્ટર બંને નેતાઓએ ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરી, જેણે કૃષિ સરકારને સંસદના આગામી સત્રમાં પાછો લેવાની જાહેરાત કરી હતી.

સીએમ ખટ્ટરે કહ્યુ કે કૃષિ કાયદાને પાછા લેવાના નિર્ણયે એક સારો સંદેશ આપ્યો છે પરંતુ સરકાર માટે બધા પાકો પર એમએસપીની ગેરેન્ટી આપતો કાયદો લાવવો સંભવ નથી. હરિયાણાના સીએમે કહ્યુ કે જો સરકાર એમએસપી પર કાયદો લાવે તો એ બધા પાકોને ખરીદવાનુ દબાણ થશે જે સંભવ નથી.
સીએમ ખટ્ટરે કહ્યુ કે પીએમ મોદી ચિંતિત હતા કે ખેડૂતોને પાછા જવાની જરુર છે. સીએમે કહ્યુ કે તેમને આશા છે કે સંસદમાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાતા જ ખેડૂતો પાછા જતા રહે. સીએમ ખટ્ટરે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક દરમિયાન પ્રદૂષણ, સૂકુ ઘાસ બાળવા, સાફ-સફાઈ અને હરિયાણાના સારા સેક્સ રેશિયો પર પણ ચર્ચા થઈ.
ત્રણ કૃષિ કાયદાના વિરોધનુ નેતૃત્વ કરી રહેલ ખેડૂત સંઘોએ વિવાદાસ્પદ કાયદાને પાછા લેવાના કેન્દ્રના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. જો કે તેમણે કહ્યુ કે પાકો માટે એમએસપી સાથે સંબંધિત ઘણા માંગો પેન્ડીંગ છે.
કેન્દ્રીય મંત્રીમંડળે 24 નવેમ્બરે ત્રણ વિવાદાસ્પદ કેન્દ્રીય કૃષિ કાયદાને પાછા લેવાની મંજૂરી આપી દીધી. કૃષિ કાયદા વાપસી બિલ(2021) 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે પરંતુ હવે ખેડૂતોએ લઘુત્તમ ટેકાના મૂલ્ય(એમએસપી) વિશે ઘણી માંગો મૂકી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
