જાણો ભારતમાં બોલવામાં આવતી ભાષાઓ સાથે જોડાયેલી રસપ્રદ વાતો
ભારત એક એવો દેશ છે, જ્યાં દરેક શહેર નહી, પરંતુ દરેક ગામ, દરેક જિલ્લાની સાથે ભાષા બદલાઇ જાય છે. વિભિન્ના સભ્યતા, સંસ્કૃતિની સાથે ભારતમાં લગભગ 780 ભાષાઓ બોલવામાં આવે છે.
ભારતમાં 22 ભાષાઓ આધિકારીક રીતે માન્યતા પ્રાપ્ત છે. જ્યારે મુખ્યરૂપે અહીં સરકારી કામકાજની બે જ ભાષા છે, હિન્દી અને અંગ્રેજી. જો કે હિન્દીની ઉપયોગિતાને લઇને રાજકીય રીતે સમય સમય પર વિવાદ થતો રહ્યો છે.
તો બીજી તરફ, સંસ્કૃતને બધી ભાષાઓની જનકના રૂપમાં જોવામાં આવે છે. તેણે ઘણી ભાષાઓને જન્મ આપ્યો છે. પરંતુ સંસ્કૃતની માફક દરેક ભાષાનો પોતાનો ઇતિહાસ, પોતાની એક કહાણી છે. કોઇપણ ભાષાની યાત્રા માત્ર બે વર્ષની જ નહી, સદીઓની હોય છે. તો બીજી તરફ આ ખૂબ જ રસપ્રદ પણ હોય છે. જ્યાં મરાઠીને યોદ્ધાની ભાષા ગણવામાં આવે છે, તો ઉડિયાને કલિંગની ભાષા કહેવામાં આવે છે.
જોઇએ ભારતમાં બોલવામાં આવતી ભાષાઓ સાથે જોડાયેલી રસપ્રદ ટેગ લાઇન્સને.

The Mother of All Languages- સંસ્કૃત
સંસ્કૃતને બધી ભાષાઓની જનકના રૂપમાં ગણવામાં આવે છે.

The Language of Warriors- મરાઠી
મરાઠીને યોદ્ધાઓની ભાષાઓના રૂપમાં ગણવામાં આવે છે. ભારતમાં મરાઠી મુખ્યરૂપે મહારાષ્ટ્રમાં બોલવામાં આવે છે.

From God's Own Country- મલયાલમ
મલયાલમ મુખ્યરૂપે ભારતના કેરલ રાજ્યમાં બોલવામાં આવે છે. જ્યારે દુનિયાભરમાં 90 મિલિયનથી વધુ લોકો મલયાલમ બોલે છે.

The Language of a Nation- હિન્દી
ભારતમાં હિન્દી ભાષા 77 ટકા વસ્તી દ્વારા બોલવામાં આવે છે. તો બીજી તરફ વિશ્વમાં તેને 500 મિલિયનથી વધુ લોકો બોલે છે.

The Language of India's Silicon Valley- કન્નડ
કન્નડ 2,500 વર્ષ પ્રાચીન ભાષા છે. ભારતમાં મુખ્યરૂપે આ કર્ણાટકમાં બોલવામાં આવે છે.

The Forgotten Script- ખરોષ્ઠી
ખરોષ્ઠી લિપિ હવે વિલુપ્ત થઇ ચૂકી છે. પહેલાં આ ગાંધાર વિસ્તારમાં બોલવામાં આવતી હતી. તેને ભારતની જ નહી વિશ્વની સૌથી જુની લિપિમાંની એક ગણવામાં આવે છે.

A Living Legacy- તમિળ લિપિ
ભારતમાં તમિળ બોલનારની સંખ્યા વધુ છે. આ ભાષા ભારતના મૂળિયામાં વસેલી છે.

From the Land of Five Rivers- પંજાબી
પંજાબી 750 AD and 1400 AD વચ્ચે એક ભિન્ન ભાષાના રૂપમાં ઓળખવામાં આવી. આ ગુરૂમુખી લિપિમાં લખવામાં આવે છે.

The Language of the Kalingas- ઉડીયા
ઉડિયા ભારતની રાજ્યભાષા છે. તો બીજી તરફ આખા વિશ્વમાં આ 35 મિલિયનથી વધુ લોકો દ્વારા બોલવામાં આવે છે.

The Voices of the Mountains- નેપાળી
નેપાળી ભારતમાં પશ્વિમ બંગાળ, અસમ અને સિક્કિમના વિસ્તારોમાં બોલવામાં આવે છે. આ નેપાળની રાષ્ટ્રભાષા છે.

The Language of Honey- તેલુગૂ
તેલુગૂ ભાષા ભારતમાં મુખ્યરૂપે આંધ્ર પ્રદેશમાં બોલવામાં આવે છે. 11મી સદીમાં સૌથી પહેલાં તેલુગૂ સાહિત્યમાં 'મહાભારત' લખવામાં આવ્યું હતું.

From the Heart of the Ganga- બંગાળી
વિશ્વમાં 210 મિલિયનથી વધુ લોકો બંગાળી બોલે છે. ભારતમાં પ્રમુખરૂપે આ પશ્વિમ બંગાળમાં બોલવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
