મહારાષ્ટ્રમાં ભુસ્ખલન, રાયગઢમાં જ 21 લોકોના મોત, 114 લોકો ગુમ, ડોગ સ્કવોડની ટીમ લાગી કામે
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના આદિવાસી બહુમતીવાળા ઇર્શાલવાડી ગામમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા મોટા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક હવે 21 પર પહોંચી ગયો છે. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. જેની ઉંમર 6 મહિનાથી 4 વર્ષની વચ્ચે છે. જેમાં બે ભાઈ-બહેનનો સમાવેશ થાય છે.
દરમિયાન, ડોગ સ્કવોડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને બે મૃતદેહ મળી આવ્યા હતા. NDRFના એક અધિકારીનું કહેવું છે કે અમે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે સવારથી જે પાંચ પીડિતોના મૃતદેહ મેળવવામાં આવ્યા હતા, તેમાં ત્રણ પુરૂષો અને બે મહિલાઓ હતા.

અધિકારીએ જણાવ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમોએ આખી રાત કવાયત સ્થગિત કર્યા બાદ વિસ્તારમાં વરસાદ વચ્ચે સવારે 6.30 વાગ્યે પહાડી વિસ્તારમાં સ્થિત ભૂસ્ખલન સ્થળ પર તેમની શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરી. સ્થાનિક ગ્રામજનો અને કાટમાળ નીચે ફસાયેલા લોકોના સંબંધીઓ બચાવ ટુકડીઓને મદદ કરી રહ્યા છે.
હકીકતમાં, 19 જુલાઈની રાત્રે, મુંબઈથી લગભગ 80 કિમી દૂર દરિયાકાંઠાના જિલ્લામાં એક પહાડી ઢોળાવ પર સ્થિત એક આદિવાસી ગામ ઈર્શાલવાડીમાં એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. 20 જુલાઈ સુધી આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા. ગામના કુલ 228 રહેવાસીઓમાંથી 21ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 93 રહેવાસીઓને શોધી કાઢવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કુલ 114 ગ્રામજનોનો પત્તો લાગ્યો નથી.
#WATCH | Raigad, Maharashtra: Canine squad carried out search operation in landslide-hit area.
— ANI (@ANI) July 21, 2023
We carried out a search and rescue operation with three of our dogs and one of our dogs detected two bodies today. We are facing many challenges and are unable to take our latest… pic.twitter.com/WLmjNyo5hu
આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ગામની બહાર લગ્નમાં હાજરી આપવા અથવા ડાંગર રોપણીનાં કામ માટે ગયા હતા, અધિકારીએ જણાવ્યું હતું. તેણે એમ પણ જણાવ્યું હતું કે ગામમાં મેટલેડ રોડ નથી, તેથી માટીકામ અને ખોદકામ સરળતાથી કરી શકાતું નથી અને તેથી કામ જાતે કરવામાં આવી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
