ભૂમિ અધિગ્રહણ બિલ રાજ્યસભામાં પાસ
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બરઃ ફૂડ સિક્યોરિટી બિલ બાદ સંસદમાં બુધવારે યુપીએ સરકારે વધુ એક મહત્વકાંક્ષી ભૂમિ અધિગ્રહણ બિલને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ બ્રિટિશ હુકૂમતના સમયથી ચાલી આવતા 1894ના 119 વર્ષ જૂના ભૂમિ અધિગ્રહણ કાયદાનું સ્થાન લેશે અને એ સુનિશ્ચિત કરશે કે હવેથી ખેડુતોની ભૂમિનું બળજબરીપૂર્વક અધિગ્રહણ નહીં કરી શકાય.
બિલમાં ગ્રામીણ વિસ્તારોમાં જમીનને બજાર ભાવના ચાર ગણા અને શહેરી વિસ્તારોમાં બે ગણા વળતરની જોગવાઇ છે. રાજ્યસભામાં બુધવારે ભૂમિ અર્જન, પુનર્વાસન અને પુનર્વ્યવસ્થાપનમાં ઉચિત પ્રતિકર અને પારદર્શિતાના અધિકાર વિધેયક 2013 પર મોડી રાત્રે મહોર લગાવવામાં આવી. સદનમાં તને 10ની સરખામણીએ 131 મતોથી મંજૂર કરવામાં આવ્યું.
આ પહેલા સદનમાં વિધેયક પર વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા વિભિન્ન સંશોધનોને નામંજૂર કરી દેવામાં આવ્યા. લોકસભાએ આ વિધેયકને 29 ઑગસ્ટના રોજ મંજૂરી આપી દીધી છે. વિધેયક પર ઉચ્ચ સદનમાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે કહ્યું કે, આ કાયદો બની ગયા બાદ જમીનનું બળજબરીથી અધિગ્રહણ નહી કરી શકાય અને ભૂ-સ્વામિયોને યોગ્ય વળતર મળશે.

આ પહેલા ચર્ચાની શરૂઆત કરતા ભાજપેના વિનય કટિયારે કહ્યું કે, જો અધિગૃહીત જમીનનો ઉપયોગ પાંચ વર્ષ સુધી નહીં કરવામાં આવે તો તેવી સ્થિતિમાં જમીન બેન્ક પાસે નહીં જઇને ખેડુતોને પરત મળી જવી જોઇએ. માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના સીતારામ યેચુરીએ સૂચન કર્યું કે, જમીનની વધેલી કિંમતનો લાભ ખેડુતોને મળવો જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
