Lakhpati Didi : શું છે લખપતિ દીદી યોજના? જાણો બજેટમાં તેને શું અપાયુ?
કેન્દ્ર સરકારે લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય બજેટ 2024માં આ અંગે જોગવાઈ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લખપતિ દીદી યોજના હેઠળ ખર્ચ કરવાના બજેટ લક્ષ્યને 2 કરોડથી વધારીને 3 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલાઓના જીવનધોરણને સુધારવા માટે આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક મહિલાઓ લખપતિ દીદી યોજનાનો લાભ મેળવી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં એક દાયકામાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. વિશ્વના લોકો હવે ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.
લખપતિ યોજનાનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મોટા પાયે મહિલાઓના વિકાસ માટે તૈયારીઓ કરી છે.
તેમણે જણાવ્યું કે, લખપતિ દીદી હેઠળ સરકારે લક્ષ્યાંક કરોડથી વધારીને ત્રણ કરોડ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 9 કરોડ મહિલાઓના જીવનધોરણમાં સુધારો કરવામાં આવ્યો છે.
શું છે લખપતિ દીદી યોજના?
કેન્દ્ર સરકારે લખપતિ દીદી યોજના હેઠળ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ આપવા માટે આ યોજના શરૂ કરી હતીસ જેથી મહિલાઓ પૈસા કમાઈ શકે. સરકારે 15 ઓગસ્ટ 2023ના રોજ આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેની શરૂઆત મહિલાઓના કલ્યાણ માટે કરવામાં આવી હતી.
આ યોજના દ્વારા વર્ષ 2025 સુધીમાં લાખો મહિલાઓને કરોડપતિ બનાવવાની યોજના છે. જે અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે સાક્ષર બની રહી છે. યોજના હેઠળ મહિલાઓને રોકાણ, નાણાકીય સાધનોની સમજ, નિયમિત બચત માટે પ્રોત્સાહન, આંત્રપ્રિન્યોર ઉદ્યોગ, શિક્ષણ કે અન્ય જરૂરિયાતો માટે નાની લોન આપવા ઉપરાંત વિષયો પર માહિતી આપવાની યોજના છે.
યોજના હેઠળ, મહિલાઓને ઉદ્યોગસાહસિકતા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેમને ડિજિટલ બેંકિંગ સેવાઓ, મોબાઈલ વોલેટ્સ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું પણ શીખવવામાં આવે છે.
કેવી રીતે લાભ મેળવવો?
મહિલાઓ સ્વ-સહાય જૂથોમાં જોડાઈને આ યોજનાનો લાભ મેળવી શકે છે. તેમને નજીકના આંગણવાડી કેન્દ્ર દ્વારા આ યોજના વિશે વિગતવાર માહિતી પણ આપવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
આવકનું પ્રમાણપત્ર
રહેઠાણનું પ્રમાણપત્ર
બેંક ખાતાની વિગતો
નોંધાયેલ મોબાઈલ નંબર
ઈમેલ આઈડી
પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
