Lakhimpur Kheri Update : 2 આરોપીની ધરપકડ, મંત્રી પુત્ર પોલીસ પકડથી હજૂ પણ દુર
લખીમપુર ખેરીમાં મંત્રીની કાર કથિત રીતે પ્રદર્શનકારીઓ પર ચઢાવ્યા બાદ આઠ લોકોના મોત થયાના ચાર દિવસ બાદ, યુપી પોલીસે લવકુશ રાણા અને આશિષ પાંડે તરીકે ઓળખાતા બે લોકોની ધરપકડ કરી હતી.
લખીમપુર ખેરીમાં મંત્રીની કાર કથિત રીતે પ્રદર્શનકારીઓ પર ચઢાવ્યા બાદ આઠ લોકોના મોત થયાના ચાર દિવસ બાદ, યુપી પોલીસે લવકુશ રાણા અને આશિષ પાંડે તરીકે ઓળખાતા બે લોકોની ધરપકડ કરી હતી, જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાનો હજૂ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે જણાવ્યું કે, પકડાયેલા બે આશિષના નજીકના સાથી છે અને વધુ રેડ ચાલુ છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે યુપી સરકારને આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં કેટલી ધરપકડ કરવામાં આવી છે તે અંગેનો રિપોર્ટ એક દિવસની અંદર રજૂ કરવા માટે કહ્યું હોવાના કલાકો બાદ આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં સવાલ કર્યા કે, "સ્ટેટસ રિપોર્ટમાં અમને આઠ વ્યક્તિઓ વિશે પણ જણાવો જે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયા છે. અમને જણાવો કે તમે કોની સામે FIR નોંધાવી છે. તમે કેટલાની ધરપકડ કરી છે." લખીમપુર હિંસાનો કેસ. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કહ્યું કે, ફરિયાદ એ છે કે તમે યોગ્ય FIR નોંધતા નથી અને યોગ્ય તપાસ થઈ રહી નથી.
લખીમપુર ખેરી હિંસાએ મોટું રાજકીય તોફાન ઉભું કર્યું છે. કારણ કે, મુખ્ય આરોપી આશિષ મિશ્રા, જેનું નામ પોલીસ FIRમાં છે, તે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. વિપક્ષી નેતાઓ અજય મિશ્રાને હટાવવાની માગ ઉઠાવી રહ્યા હોવાથી રાજ્યમંત્રીએ બુધવારના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
મંત્રી અજય મિશ્રા દાવો કરી રહ્યા છે કે, તેમનો પુત્ર કારમાં ન હતો, જે પ્રદર્શનકારીઓ પર ચડાવવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, પથ્થરબાજો દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને ત્યારબાદ કેટલાક પ્રદર્શનકારીઓ કારની નીચે આવી ગયા હતા. જે બાદમાં તેના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો અને કારને આગ લગાવી દેવામાં આવી હતી.
FIRમાં આશિષ મિશ્રાનું નામ આપવામાં આવ્યું છે અને કહ્યું છે કે તે કાર ચલાવી રહ્યો હતો જે પ્રદર્શનકારીઓ ઉપર ચડાવી દેવામાં આવી હતી. FIR મુજબ આશિષે કારમાંથી નીચે ઉતર્યા બાદ ફાયરિંગ પણ કર્યું અને પછી તે છૂપાઈ ગયો હતો.
જોકે, આ ઘટનાનો એક નવો વીડિયો સૂચવે છે કે, લખીમપુર ખેરી હિંસામાં ત્રણ કાર શામેલ હતી અને તે કાર પર કોઈ હુમલો થયો ન હતો. પ્રથમ કાર વિરોધીઓના એક જૂથને જોદાર સ્પીડ સાથે ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી બે કાર આવી હતી.
જાણો શું છે સમગ્ર ઘટના ?
ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી.
આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 ખેડૂતોના મોત થયા છે. જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ લખીમપુરમાં ખેડૂતોને મળવા 3-4 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ હરગાંવથી અટકાયત કરીને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીઓ પર રોષે ભરાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
