Kupwara Encounter : એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા, કુપવાડામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા
Kupwara Encounter : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ એક ઓપરેશનમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા.
મળતી માહિતી મુજબ, ગુપ્ત માહિતીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આજે સવારે આ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં આ તમામ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. હવે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પહેલા સુરક્ષા દળોએ બહરાબાદ હાજિનમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. સુરક્ષા દળોએ તેની પાસેથી બે ચાઈનીઝ હેન્ડગ્રેનેડ પણ જપ્ત કર્યા છે.
બાંદીપોરા પોલીસ, 13 RR અને CRPF 45BN બટાલિયન દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે. આ ઘટમા અંગે મળતી માહિતી મુજબ, આ મામલામાં આતંકવાદી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને UA (P) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ અગાઉ 1 જૂનના રોજ, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં બે લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ફ્રેસ્ટિહાર વારીપોરા ગામમાં આતંકવાદીઓની હિલચાલ વિશેની ચોક્કસ માહિતીને પગલે સુરક્ષા દળોએ ફ્રેસ્ટિહાર વારીપોરા ચારરસ્તા પર મોબાઈલ વ્હીકલ ચેકપોઈન્ટ (MVCP) સ્થાપિત કરી હતી. આ દરમિયાન ક્રોસિંગ તરફથી આવતા બે શકમંદોએ સુરક્ષાકર્મીઓને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પકડાઈ ગયા હતા.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. જે અંતર્ગત ઘાટીમાંથી આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
