Video: સુપ્રીમ કોર્ટના ફેસલા પર કુમારસ્વામીએ કંઈ કોમેન્ટ ન કરી
Video: સુપ્રીમ કોર્ટના ફેસલા પર કુમારસ્વામીએ કંઈ કોમેન્ટ ન કરી
નવી દિલ્હીઃ કર્ણાટકના 1 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભળાવતા કહ્યું કે વિશ્વાસમત માટે 15 બાગી ધારાસભ્યોને મજબૂર ન કરી શકાય. બાગી ધારાસભ્યોના રાજીનામા પર વિધાનસભા સ્પીકર પોતાના વિવેકથી ફેસલો લઈ શકે છે. અદાલતના ફેસલા બાદ કર્ણાટકની જેડીએસ-કોંગ્રેસ સરકાર પરેશાનીમાં દેખાઈ રહી છે. કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીથી અદાલતના ફેસલાને લઈ સવાલ કરવામાં આવ્યો તો તેઓ સવાલોથી બચતા જોવા મળ્યા. બેંગ્લોરમાં પત્રકારોએ સુપ્રીમ કોર્ટના ફેસલાને લઈ તેમને સવાલ કર્યા તો તેઓ આના પર કમેન્ટ ન કરી પોતાની સાથે રહેલ લોકો સાથે વાતચીત કરવા લાગ્યા.

કર્ણાટકના જેડીએસ અને કોંગ્રેસના 15 ધારાસભ્યોએ વિધાનસભા સભ્યતાથી રાજીનામું આપી દીધું. આ ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારના રાજીનામા સ્વીકારવામાં મોડું થયું હોવાની વાત કહેતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
બાગી ધારાસભ્યોની અરજી પર બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના ફેસલામાં 3 મહત્વની વાત કહી. જેમાં પહેલી એ કે બાગી ધારાસભ્યોનું રાજીનામું સ્વીકારવું જોઈએ. બીજી વાત ધારાસભ્યોના રાજીનામા પર ફેસલો લેવાનો સ્પીકરને પૂરો અધિકાર છે. અખરીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્લોર ટેસ્ટ દરમિયાન બાગી ધારાસભ્યો પર કોઈપણ પ્રકારનો કોઈ દબાવ ન નાખી શકાય. મતલબ કે કોંગ્રેસ-જેડીએસ તરફથી જો વિહિપ જાહર કરવામાં આવે છે તો એ જરૂરી નથી કે ધારાસભ્યો તેનું પાલન કરે. તેમણે શું કરવું છે તે અંગે તેઓ પોતાના વિવેક અનુસાર ફેસલો લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે બાગી ધારાસભ્યોની અરજી પર ફેસલો આપ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યં કે સરકાર ચાલી નહિ શકે કેમ કે આ લોકો પાસે નંબર નથી. મુખ્યમંત્રીએ જનાદેશ ગુમાવી દીધો છે, જ્યારે કોઈ બહુમત નથી તો રાજીનામું આપવું જોઈએ. યેદિયુરપ્પાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આ ફેસલો સંવિધાન અને લોકતંત્રની જીત છે, આ તમામ બાગી ધારાસભ્યોની નૈતિક જીત છે.
#WATCH Karnataka CM HD Kumaraswamy declines to comment, when asked about Supreme Court's verdict on Karnataka rebel MLAs. #Karnataka pic.twitter.com/aR1ww6aNgl
— ANI (@ANI) July 17, 2019
18 જુલાઈએ કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે જેમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસ-જેડીએસે પોતાનું બહુમત સિદ્ધ કરવું પડશે. જો કોંગ્રેસ-જેડીએસ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરિયાન બહુમત સિદ્ધ કરવામાં સફળ ન થઈ શકે તો સરકાર પડી ભાંગશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
